Webdunia - Bharat's app for daily news and videos

Install App

Happy chocolate day .. જાણો ચોકલેટનો મીઠો ઈતિહાસ

Updated: ગુરુવાર, 11 એપ્રિલ 2024 (15:49 IST)
ચોકલેટનો ઈતિહાસ

' ચોકલેટ' આ શબ્દ વિશે ઘણા તથ્ય છે. કેટલાકના મુજબ આ શબ્દ મુખ્યરૂપે સ્પેનિશ ભાષાનો શબ્દ છે. મોટાભાગના લોકો કહે છે કે ચોકલેટ શબ્દ માયા અને એજટેક સભ્યતાઓની ઉપજ છે. જે મધ્ય અમેરિકા સાથે જોડાયેલો છે. એજટેકની ભાશા નેહુટલમાં ચોકલેટ શબ્દનો અર્થ ખાટી કે કડવી થાય છે.

ચોકલેટની મુખ્ય સામગ્રી કેકો કે કોકોના વૃક્ષની શોધ 2000 વર્ષ પહેલા અમેરિકાના વર્ષા વનમાં થઈ હતી. આ ઝાડના સીંગોમાં જે બીજ હોય છે તેમાંથી ચોકલેટ બનાવવામાં આવે છે. સૌ પહેલા મેક્સિકો અને મધ્ય અમેરિકાના લોકોએ આ ચોકલેટ બનાવી હતી. ત્યારે આ ચોકલેટ ખાવાની નહી પીવાની એક વસ્તુ હતી.

1528 માં સ્પેને જ્યારે મેક્સિકો પર કબજો કર્યો ત્યારે ત્યાનો રાજા મોટા પ્રમાણમાં કોકોના બીજ અને ચોકલેટ બનાવવાના યંત્રોને પોતાની સાથે સ્પેન લઈ ગયો. અને ટૂંક સમયમાં જ ચોકલેટ શ્રીમંતોનું ફેશનેબલ ડ્રિંક બની ગયુ.

ઈટલીના એક યાત્રી ફ્રેસિસ્કો કારલેટીએ સૌ પહેલા ચોકલેટ પર સ્પેનના એકાધિકારને ખતમ કર્યુ. તેણે મધ્ય અમેરિકાના ઈંડિયંસને ચોકલેટ બનાવતા જોયો અને પોતાના દેશ ઈટલીમાં પણ ચોકલેટનો પ્રચાર કર્યો. 1606 સુધી ઈટલીમાં પણ ચોકલેટ ફેમસ થઈ ગઈ.

ફ્રાંસે 1615માં ડ્રિંકિગ ચોકલેટનો સ્વાસ્દ માણ્યો. ફ્રાંસના લોકોને આ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી પદાર્થ લાગ્યો. ઈગ્લેંડમાં ચોકલેટની એંટ્રી 1650માં થઈ અત્યાર સુધી લોકો ચોકલેટ પીતા હતા.

તમને જાણીને નવાઈ લાગશે કે ચોકલેટ પહેલા હતી. અમેરિકાના લોકો કોકો બીજોને વાટીને તેમા વિવિધ પ્રકારના મસાલા જેવા કે ચીલી વોટર, વેનીલા, વગેરે નાખીને એક સ્પાઈસી અને ફેશવાલો તીખો પીવાનો પદાર્થ હતો.

ચોકલેટને મીઠી બનાવવાનો શ્રેય યૂરોપને જાય છે . અંગ્રેજ ડોક્ટર 'સર હેંસ સ્લોને' દક્ષિણ અમેરિકાનો પ્રવાસ કર્યો અને ખાવાની ચોકલેટની રેસીપી તૈયાર કરી અને ચોકલેટમાંથી મરચું હટાવીને દૂધ અને ખાંડ નાખી. કેડબરી મિલ્ક ચોકલેટની રેસીપી તેમણે જ બનાવી. ચોકલેટને પીવાની વસ્તુમાંથી ખાવાની વસ્તુ પણ યૂરોપે જ બનાવી.

ત્યારથી ચોકલેટ ખાવાની વસ્તુ બની ગઈ અને મીઠી મીઠી થઈ ગઈ. આજે અનેક રૂપમાં ચોકલેટ લોકોના સંબંધોમાં પોતાના સ્વાદની જેમ જ મીઠાશ ઉમેરી રહ્યા છે દરેક વયના લોકોની આ ભાવતી સ્વીટ ડિશ છે.

ચોકલેટ્સ આજના જમાનામાં ઉત્તમ ભેટ છે. ચોકલેટ્સ ડે અને વેલેંટાઈન ડેના દિવસોમાં બજારમાં ચોકલેટના વિશેષ ગિફ્ટ પેકેટ્સ મળી જાય છે. તમે તમારા પ્રિયને આ ચોકલેટ્સ આપીને તમારા સંબંધોમાં મીઠાસ લાવી શકો છો. તો હવે મોડુ ન કરશો અને તમારી ઈચ્છા મુજબની ચોકલેટ ખરીદીને તમારા પ્રિયને ગિફ્ટ આપીને ઉજવો મીઠો અને પ્રેમભર્યો ચોકલેટ ડે.

વધુ જુઓ..

નેપાળમાં કુદરતી આપદા: સ્ટેટ ઇમરજન્સી સેન્ટરે ગુમ થયેલા 12 ગુજરાતીઓની યાદી અને હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

મહારાષ્ટ્રમાં રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરોને નોંધપાત્ર રાહત; સરકારે મરાઠી શીખવા માટે એક વર્ષનો સમયગાળો લંબાવ્યો

GSRTC નો નવો ઐતિહાસિક રેકોર્ડ: 26 ઓગસ્ટે એક જ દિવસમાં 88,626 ટિકિટોનું સ્માર્ટફોન બુકિંગ

એક મહિલા પોલીસ સ્ટેશનની છત પર ચઢી ગઈ, આત્મહત્યાની ધમકી આપી અને તેને બચાવવા ગયેલા પોલીસ અધિકારીને ઘાયલ કરી દીધો

Nepal Flash Flood Photos: કાદવ અને કાટમાળ નીચે દટાયા રસ્તા-મકાનો, દ્રશ્યો જોઈને રુંવાડા ઊભા થઈ જશે

વધુ જુઓ..

Raksha Bandhan 2026 Wishes Gujarati : કાચા દોરામાં બંધાયો અતૂટ પ્રેમ, ભાઈ-બહેનના સંબંધને ખાસ બનાવવા આ મેસેજીસ દ્વારા પાઠવો રક્ષાબંધનની શુભેચ્છા

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

રક્ષાબંધન 2026 AI ફોટો પ્રોમ્પ્ટ: Geminiથી ભાઈ-બહેનની રિયલિસ્ટિક તસવીર બનાવવાની સરળ રીત

રક્ષાબંધન શુભ મુહૂર્ત 2026: જો તમને સવારે સમય ન મળે, તો શું તમે બપોરે કે સાંજે રાખડી બાંધી શકો છો?

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments