શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેંટાઈન ડે
Written By

પ્રપોઝ ડે ટિપ્સ - કેવી રીતે કરશો તમારી વેલેન્ટાઈનને પ્રપોઝ ?

વેલેન્ટાઈન વીકનો બીજો દિવસ તમારા માટે આ અઠવાડિયાની સૌથી મોટી ખુશી આપી શકે છે. આ અવસર પર પ્રપોઝ ડે. જો તમે કોઈને તમારા દિલની વાત કહેવા માંગતા હોય તો આ ખાસ દિવસ ફક્ત તમારે માટે છે. આ દિવસે કંઈક જુદા જ અંદાજમાં તમે તમારા દિલની વાત પોતાના પ્રિય સુધી પહોંચાડી શકો છો. 

સોશિયલ મીડિયાની દુનિયામાં કશુ પ્ણ અશક્ય નથી. આ કારણે આજના પ્રેમી આધુનિક અને પ્રયોગશીલ થઈ ગયા છે. આ પ્રેમીઓ માટે રજૂ કરીએ છીએ કેટલીક પ્રપોઝ કરવાના ટિપ્સ.

પ્લેનના ધુમાડાંથી લખો આઈ લવ યૂ

આ ટિપ્સ થોડી ખર્ચાળ છે. જો તમે ખરેખર કોઈને પ્રેમ કરો છો અને સ્થાનીક ફ્લઈંગ ક્લબમાં તમારી કોઈની સાથે સારી ઓળખાણ છે તો આ રીત તમને એ ખાસ યુવતીના દિલ સુધી તમારા દિલની વાત પહોંચાડવામાં જરૂર મદદ કરશે.

છાપામાં છપાવો જાહેરાત - જો તમારા પ્રેમીને રોજ છાપું વાચવાની ટેવ છે અને નિયમિત રીતે બધા પેજ વાંચે છે તો કેમ ન છાપામાં જાહેરાત જ તેને પ્રેમનો પૈગામ આપી દેશે. આ રીતે કેટલાક પહેલુ છે જે સારા ખરાબ બંને હોઈ શકે છે. આ રીતે અડધી દુનિયાને જાણ થઈ જશે કે તમારા દિલમાં શુ છે. પણ જો તમને વિશ્વાસ છે કે જવાબ હા જ હશે તો જ આ રીત અપનાવજો. આ આઈડિયા કામ કરી જાય તો સારા ખરાબની ચિંતા કોણે છે.

મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ શરૂ થતા પહેલા

તમે બંને કોઈ રોમાંટિક ફિલ્મ જોવા ગયા હોય અને પડદા પર કોઈ આવે એ પહેલા તમે તેની આંખોની સામે પોતાના દિલની કહો. ફિલ્મ શરૂ થતા પહેલા જ વાતાવરણ ફિલ્મી થઈ જશે અને જો આ ફિલ્મ રોમાંટિક હોય તો ચિંતા ન કરશો. મલ્ટીપ્લેક્સમાંથી બહાર નીકળતા જ તે તમને હા કહી દેશે. પણ એ માટે કોઈ ઉંચા બોલ કે શાયરીના શબ્દોનો ઉપયોગ કરો જેથી તમારો પ્રસ્તાવ સીધો તેના દિલમાં ઉતરી જાય.

મુન્નાભાઈ બની જાવ રેડિયો પર

શુ તમે તમારા દિલની વાત જોર-શોરથી આખી દુનિયાની સામે કહેવા માંગો છો અને જાણો છો કે તમારો પ્રેમી/પ્રેમિકાને આ રીત પસંદ આવશે.. તો આ રીત તમારા જેવા લોકો માટે જ બની છે. જે યુવતીને તમે પ્રેમ કરો છો તેની પસંદગીની રેડિયો સ્ટેશન પર એ શો વિશે માહિતી મેળવી લો જે સાંભળવુ એ ક્યારેય મિસ નથી કરતી.

તેના પ્રિય રેડિયો જોકીનુ સ્થાન એ દિવસે તમે લેશો અને બધા સાંભળનાર લોકો સામે રજૂ થશે તમારા દિલની વાત. કોશિશ કરો કે તમને આ સંદેશ પહેલાથી જ રેકોર્ડ કરી લેવામાં આવે જેથી તમે એ સમયે તમારા એ ખાસની સાથે રહી શકો જ્યારે આ સંદેશ રેડિયો પર પ્રસારિત થતો હોય.