જો સાંપ આવુ કરે તો સમજી લેજો હવે તમે ધનવાન થવાના છો
શ્રાવણ શુક્લ પંચમી તિથિના રોજ દેશના અનેક ભાગમા નાગપંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં નાગને દેવતાઓ જેવુ જ મહત્વ આપવામાં આવ્યુ છે. ભવિષ્ય પુરાણ મુજબ આ દેવતાઓ અને ગરૂડના સાવકા ભાઈ છે.
ભવિષ્ય પુરાણના પંચમી કલ્પમાં એવુ પણ બતાવાયુ છે કે જે વ્યક્તિ શ્રાવણ શુક્લ પંચમીના દિવસે જે વ્યક્તિ દૂધ અને ધાનના લાવાથી નાગની પૂજા કરે છે અને તેમના પરિવારના લોકોને નાગ ડંખનો ભય નથી રહેતો.
ત્યારે નાગની કૃપાથી મળે છે ધન
શાસ્ત્રોમાં આ વાતનો પણ ઉલ્લેખ મળે છે કે વિષને પોતાના મોઢામાં ધારણ કરનારા નાગ લક્ષ્મીને સમાન ધનવાન બનાવવાની પણ ક્ષમતા રાખે છે.
કહે છે કે જે જમીનની નીચે નાગોની વસ્તી હોય છે એ જમીન પર જો તમે ઘર બનાવીને રહો તો સદા લક્ષ્મીની કૃપા કાયમ રહે છે. આવા ઘરમાં રહેનારા દિવસોદિવસ ઉન્નતિ કરતા જાય છે. તેનુ કારણ એ પણ છે કે આ વાસ્તુ દોષ દૂર કરે છે.
નાગના આ વ્યવ્હારથી નસીબ ખુલે છે
પુરાણોમાં વાસુકી નાગના પુત્રોની વાર્તા છે. આ કથામાં જણાવ્યુ છે કે તેમના પુત્રોએ એક મનુષ્યની કન્યાને પોતાની બહેન બનાવી લીધી. એક વાર આ કન્યા નાગલોકમાં ગઈ. અહી તેમણે એવુ કામ કર્યુ કે નાગરાજ વાસુકી ક્રોધિત થઈ ગયા અને તેમને ડંખ મારવાનું વિચારવા લાગ્યા.
પણ તેમની પત્નીએ વાસુકીને આવુ કરવાથી રોકી લીધા. પણ જ્યારે આ કન્યા નાગલોકથી પોતાના ઘરે પરત પૃથ્વી પર આવી ગઈ ત્યારે નાગરાજ તેમને રાત્રે ડંખ મારવા આવ્યા. પણ નાગરાજની પત્નીએ બતાવેલ ઉપાય મુજબ એ કન્યાએ મંત્રનો જાપ કર્યો જેનાથી નાગરાજને પરત ફરવુ પડ્યુ.
જતા જતા નાગરાજે પોતાની પૂંછડી ત્રણવાર એ ઘરના દ્વાર પર પટકી તેનાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થઈ ગયો. ઘરમાં ધન સંપત્તિની વૃદ્ધિ થવા માંડી. મતલબ નાગ દરવાજા પર પુંછ પટકે તો તેનો મતલબ છે કે તમે ધનવાન થવાના છો.