રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 26 જાન્યુઆરી 2023 (00:49 IST)

વાસ્તુ અને તિજોરી - ઘરની આ દિશામાં મુકો તિજોરી, મળશે સફળતા અને સમૃદ્ધિ

vastu tips
તિજોરી દરેક કોઈ માટે મહત્વપૂર્ણ હોય છે. કારણ કે તેમા મેહનતની કમાણી જમા હોય છે. તેને ઘરમાં કોઈપણ પ્રકારના વાસ્તુ દોષ વગરની યોગ્ય દિશામાં મુકવી જરૂરી હોય છે. 
 
ક્યારેક ક્યારેક એવુ પણ થાય છે કે તમે કેટલો પણ પૈસો કમાવી લો. તે તમારી પાસે લૉકરમાં ક્યારેય રહેતો નથી. આ સમસ્યાથી બચવા માટે તેને યોગ્ય દિશામાં સુરક્ષિત મુકવુ ખૂબ જરૂરી છે. 
 
તમારી જાણકારી માટે અમે તમને બતાવી દઈએ કે તિજોરીને કા તો દક્ષિણ દિશાની દિવાલ તરફ મુકો જેથી તે ઉત્તરની તરફ રહે કે પછી પશ્ચિમ તરફ જેથી તે પૂર્વની તરફ ખુલે  
 
શાસ્ત્રોના મુજબ ઉત્તર દિશામાં ભગવાન કુબેરનો વાસ હોય છે અને પૂર્વ દિશામાં ભગવાન ઈન્દ્રનો વાસ હોય છે. ઉલ્લેખનીય છે કે તિજોરીના દરવાજા બંને દિશાઓમાં ખોલવાથી ધનની વૃદ્ધિ થશે અને પરિવારમાં ખુશીનુ વાતાવરણ રહેશે. 
 
પરંતુ આ વાતનુ ધ્યાન રાખો કે તિજોરીનુ મોઢુ ક્યારેય પણ દક્ષિણની  તરફ ન હોવુ જોઈએ. કારણ કે આ દિશા યમની દિશા છે અને આ દિશામાં તિજોરી ખોલવાનો મતલબ છે મુસીબતને આમંત્રણ આપવુ.