રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

લાઈફમાં ગુડ લક લાવે છે આ વસ્તુઓ

માણસનો દરેક સમય એક જેવો નથી રહેતો.  મુશ્કેલીઓ દરેક જીવનમાં હોય છે. પણ ઘણી વાર એવું લાગે છે કે જાણે કે  મુશ્કેલીઓ જવાનુ નામ જ નથી લઈ રહી.  આ સ્થિતિમાં જો તમે  પણ લાઈફમાં 'ગુડલક'ની રાહ જોઈ રહ્યા છો તો ફેંગશુઈની આ વસ્તુઓને તમારા ઘર અને કાર્યક્ષેત્રમાં સ્થાન  આપો.  બની શકે છે તમારા સમય પણ બદલાઈ  જાય. 



લાફિંગ બુદ્ધા- લાફિંગ બુદ્ધાની મૂર્તિ ફેંગશુઈમાં ખૂબ જ શુભ ગણાય છે તેને તમારા ડ્રાઈંગ રૂમમાં ઠીક સામેની તરફ રાખો જેથી ઘરમાં પ્રવેશ કરતા હોય તો તમારી નજર સૌથી પહેલા એ મૂર્તિ પર પડે. સાથે જ ખુશહાલી અને ધનના પણ પ્રતીક છે. એને ઘરની તિજોરીમાં રખાય તો ધનમાં તેજીથી વૃદ્ધિ થાય છે .  
 
લકી બેંબૂ- ફેંગશુઈ મુજબ લકી બેંબૂનો  છોડ ઘર કે ઑફિસના વાતરવરણમાં સંતુલન પૈદા કરે છે. અને ગુડલક અને પ્રમોશનના પણ પ્રતીક છે. આ તે જ્ગ્યાએ રહેનારા અને કામ કરતા લોકોને તનાવથી દૂર રાખે છે અને તેમનામાં  સકારાત્મક ઉર્જાના સંચાર કરે છે. 
 
વિંડ ચાઈમ - ફેંગશુઈમાં વિંડ ચાઈમને શાંતિ અને ખુશીઓના પ્રતીક ગણાય છે. શુભ લાભ પ્રાપ્તિ અને સૌભાગ્ય માટે ડ્રાઈંગ રૂમમાં પ્રવેશ દ્બ્રારના ખૂણા પર જમણા હાથની તરફ છ છડવાળી વિંડ ચાઈમ લટકાવવી ફેંગશુઈ મુજબ શુભ ફળદાયક છે. 
ક્રિસ્ટલ બૉલ- એને ઈશાન કે ઉત્તર દિશામાં રાખતા કામ કરવાની ક્ષમતા વધે છે અને વ્યવસાયમાં ચમત્કારિક વૃદ્ધિ થાય છે. 


લવ બર્ડસ- લવ બર્ડસ કે બતકના જોડાના ચિત્ર કે મૂર્તિને બેડરૂમમાં દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં મુકવા જોઈએ. આથી જીવનમાં પ્રેમ-પૂર્ણ સાંમજ્સ્ય સ્થાપિત કરવામાં મદદ મળે છે અને દંપત્તિના સંબંધ મધુર બને છે. 
 
કાચબા- ફેંગશુઈ મુજબ કાચબો આયુને વધારવા અને જીવનમાં પ્રગતિના સારા અવસરમાં વૃદ્ધિ કરે છે.   ધાતુથી બનેલા કાચબા પાણીથી ભરેલા વાસણમાં ઘરની ઉત્તર  દિશામાં મુકવામં આવે તો આનાથી તમારી આયુ વધવાની સાથે જ જીવનમાં પ્રગતિના અવસર પણ મળશે.