સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2017 (17:09 IST)

તોડફોડ વગર આ રીતે દૂર કરો વાસ્તુદોષ - 5 ઉપાય

ઘણીવાર એવું હોય છે કે  વાસ્તુને ધ્યાન રાખ્યા વગર ઘર બનાવી લઈએ છીએ અને ઘરમાં શિફ્ટ થયા પછી સમસ્યાઓ શરૂ થઈ જાય છે. આવા ઘરમાં વાસ્તુના હિસાબથી પરિવર્તન કરવા માટે તોડ-ફોડ અને ફેરફારની જરૂર હોય છે. તોડફોડથી આર્થિક નુકશાન તો થાય છે, કીમતી સમય પણ બરબાદ થાય છે. કેટલાક સાધારણ વાસ્તુ દોષોનો સહેલો ફેરફાર કરી વાસ્તુ દોષ દૂર કરી શકાય છે. 
1. દોષ- ડબલબેડની  દિશા ઉલ્ટી સાઈડમાં છે અને ત્યાં તમે બેડ  લગાવી શકતા નથી. 
 
ઉપાય- તેના માટે બેડની સામે એક અરીસો લગાવી દો. . 
 
2. દોષ-ઘરના અગ્નિ ખૂણામાં રસોડું હોવુ શુભ ગણાય છે, પણ જો આવું ન હોય તો.. 
 
ઉપાય- આ દિશામાં ગેસ રાખી લો. જો આવું કરવું શક્ય ન હોય તો આ દિશામાં પીળા રંગનો બલ્બ લગાવી નાખો, આ બલ્બને ચાલૂ રાખો. 
 
3. દોષ- ઘરની પૂર્વ દિશાનો ભાગ બીજી દિશાઓથી ઉંચો હોવો. 
 
ઉપાય- આ દોષને હટાવવા માટે પૂર્વ દિશામાં લોખંડનો એક પાઈપ લગાવી શકો છો. ઘરના દક્ષિણી-પશ્ચિમી ભાગમાં ઠોસ વસ્તુઓ અને ઉત્તરી-પૂર્વી ભાગમાં હલકી વસ્તુઓ મૂકવી જોઈએ. 
 
4. દોષ- મુખ્યદ્વાર જો આગ્નેય (પૂર્વ-દક્ષિણ ખૂણા અગ્નિનો સ્થાન) માં હોય... 
 
ઉપાય- મુખ્ય બારણા પર ડાર્ક લાલ રંગનું પેંટ કરવું કે બારણા પર લાલ રંગના પડદાં લગાવવાથી આ દોષનું   નિવારણ થઈ શકે છે. બારણ પર બહારની તરફ સૂર્યનું  ચિત્ર લગાવી દો અને બની શકે તો પૂર્વ અગ્નિ ખૂણામાં આવેલ બારણાને બંધ રાખો. 
 
5. દોષ- રસોડાના બારણાના ઠીક સામે બાથરૂમનું  બારણું હોવું નકારાત્મ્ક ઉર્જાને આમંત્રણ આપે છે. જો તમારા ઘર માં પણ આવું હોય.. 
 
ઉપાય- બાથરૂમ અને રસોડાની વચ્ચે એક પડદો શકય હોય તો એક બારણુ બનાવી લો.  જેથી બંને સામસામે દેખાય નહી.  ઘરની અંદર ખાસ કરીને ધાબા પર ક્યારેય પણ  રદ્દી કે તૂટેલો સામાન ન મૂકવો.