રવિવાર, 10 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 14 ઑગસ્ટ 2024 (13:01 IST)

ઘરમાં આ રીતે ખેંચાઈને આવશે પૈસો ... દરિદ્રતા થશે દૂર, બસ આ 2 વસ્તુઓને પાણીમાં મિક્સ કરીને દરવાજા પર છાંટો

Haldi water for vastu
Vastu Tips: સનાતન ધર્મમાં જ્યોતિષશાસ્ત્રની જેમ વાસ્તુ શાસ્ત્રનુ પણ વિશેષ મહત્વ છે.. જેમા માણસના જીવન સાથે સંબંધિત બધી પરેશાનીઓના સમાધાન વિશે બતાવ્યુ છે.  એવુ માનવામાં આવે છે કે ઘરમાં જો કોઈ વસ્તુઓને યોગ્ય દિશામાં મુકવામાં આવે છે તો તેનાથી માણસને ઘરમાં સુખ સમૃદ્દિ અને શાંતિનુ આગમન થશે.  
 
જ્યોતિષ મુજબ ઘર બનાવવાથી લઈને સજાવવા સુધીમાં વાસ્તુનુ ધ્યાન રાખવામાં આવે છે. ઘર બન્યા પછી તેમા લાગનારા છોડ, વસ્તુનો રાખ રખાવ વગેરેમાં વાસ્તુનુ વિશેષ મહત્વ છે. આવુ કરવવથી ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે. આ જ રીતે પાણીનો કેટલોક પ્રયોગ કરવો પણ શુભ માનવામાં આવે છે. 
 
વાસ્તુ શાસ્ત્ર મુજબ પાણીનો છંટકાવ કરવો ત્યારે જ લાભકારી છે જ્યારે તમને તેની સાથે જોડાયેલ માહિતી હશે. આ પાણીમાં કેટલીક વસ્તુઓને મિક્સ કરવાની છે અને નિયમિત યોગ્ય સમયે છાંટવાની છે. આવુ કરવાથી ઘરમાથી નકારાત્મક શક્તિઓ નીકળી જશે. 
salt tips
વાસ્તુ શાસ્ત્ર મુજબ સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને નિયમિત ઘરના મુખ્ય દરવાજા પર તાંબાના કળશમાં જળ ભરીને છંટકાવ કરો. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે. સાથે જ ઘરમાં ક્લેશથી પણ મુક્તિ મળી શકે છે. 
 
 જ્યોતિષ મુજબ ઘરના મુખ્ય દરવાજા પર મીઠાનુ પાણી અઠવાડિયામાં એકવાર છાંટી દેવુ જોઈએ. એવુ માનવામાં આવે છે કે મીઠાથી નકારાત્મકતા તો દૂર થાય જ છે સાથે જ રોગ, દોષ પણ નિકટ આવતા નથી. 
 
ઘરના મુખ્ય દરવાજા પર સવારે ઉઠીને સ્નાન વગેરે પછી તાંબાના કળશમાં પાણી ભરીને તેમા 1 ચપટી હળદર મિક્સ કરી લો. ત્યારબાદ આ પાણીનો છંટકાવ મુખ્ય દરવાજાની બંને બાજુ કરો. આ ઉપાય કરવાથી આસપાસનુ વાતાવરણ સ્વસ્થ રહેશે.  સાથે જ ઘરમાં ઘન અને એશ્વર્યની કમી નહી થાય.