મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : મંગળવાર, 24 જાન્યુઆરી 2023 (23:56 IST)

Vastu Tips: શુ તમારા ઘરમાં સુખ-શાંતિ નથી ? તો જાણી લો ક્યાક તમારા ઘરમાં તો નથી આ 6 પ્રકારના છોડ, જે લાવે છે નકારાત્મકતા

Allu arjun planting
Vastu Plant For Home: વાસ્તુ શાત્રમાં ઝાડ-છોડનુ ખાસ મહત્વ બતાવ્યુ છે. કેટલાક છોડ ઘરમાં ખુશહાલી લાવે છે. જ્યારે કે કેટલાક છોડ ઘરમાં કંગાલિયત લાવવાનુ કામ કરે છે. આવા છોડ ન લગાવવા જોઈએ. 
 
માન્યતા છે કે મહેંદીના છોડમાં ખરાબ શક્તિઓ રહેલી છે. આ છોડને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તે ઘરની સુખ-શાંતિમાં ખલેલ પહોંચાડી શકે છે.
 
વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા છોડ વિશે જણાવવામાં આવ્યું છે, તેને ઘરમાં લગાવવાથી દુર્ભાગ્ય અને દરિદ્રતા આવે છે. ઘણી વખત લોકો અજાણતા આ છોડ લગાવે છે, જે પાછળથી બરબાદીનું કારણ બની જાય છે
 
 
વાસ્તુ શાસ્ત્ર મુજબ આમલીનુ ઝાડ ઘરમાં નકારાત્મકતા લાવે છે. તેને લગાવવાથી ઘરમાં હંમેશા ડર  અને ભયનુ વાતાવરણ કાયમ રહે છે. તેથી તેને પણ ઘરમાં ન લગાવવો જોઈએ. 
 
ઘરના આંગણમા ભૂલથી પણ ખજૂરનુ ઝાડ ન લગાવવુ જોઈએ. તેને ખૂબ અશુભ માનવામાં આવે છે. આ ઝાડ બતાવવામાં ખૂબ સુંદર લાગે છે પણ તેને લગાવવાથી ઘરના સભ્યો પર કર્જ વધે છે. 
 
ઘરમાં લગાવેલ કોઈપણ ઝાડ- છોડ જો સુકાય રહ્યા છે તો તેને હટાવી દેવા યોગ્ય રહે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ સૂકાયેલા ઝાડ-છોડ ઘરમા ઉદાસી લાવવાનુ કામ કરે છે અને તેનાથી નકારાત્મકતા વધે છે. 
 
 વાસ્તુશાસ્ત્રમાં ઘરની અંદર અને આસપાસ ક્યારેય કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ. તેનાથી ઘરમાં તણાવનું વાતાવરણ બને છે. આવા છોડ પરસ્પર મતભેદો વધારવાનું પણ કામ કરે છે.
 
શાસ્ત્રો અનુસાર ઘરમાં બાવળનો છોડ લગાવવાથી વિવાદ વધે છે. જેના કારણે પરિવારના સભ્યો માનસિક રીતે બીમાર રહેવા લાગે છે. તેને ઘરની આસપાસ રાખવું પણ અશુભ માનવામાં આવે છે.