સોમવાર, 3 ઑક્ટોબર 2022
views

લઠ્ઠાકાંડ બાદ પોલીસે તાપી નદીના કિનારે ડ્રોન ઉડાડી 6 ભઠ્ઠી ઝડપી

બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરની પોલીસ હરકતમાં આવી છે અને તમામ શહેરો તેમજ જિલ્લાની પોલીસ દેશી દારૂના દૂષણને ડામવા માટે કડક પગલાં ભરી રહી છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ પોલીસ દ્વારા તાપી નદીના કિનારા વિસ્તાર તેમજ ઝાડી-ઝાખરા વિસ્તારમાં હજુ પણ કાર્યરત એવી દેશી દારૂની ભઠ્ઠીઓ શોધવા માટે ડ્રોન ઉડાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. #liquor #gujaratinews