ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ફ્લેશબેક 2024
Written By
Last Updated : બુધવાર, 11 ડિસેમ્બર 2024 (15:41 IST)

Lookback2024_Sports - 2024 માં ગૂગલમાં છવાયેલા રહ્યા આ ક્રિકેટર્સ, કોહલી-ધોનીથી આગળ નીકળ્યા IPLના આ કલાકાર

Most searched cricketers in 2024: ડિસેમ્બરનો મહિનો આવી ગયો છે અને આ વર્ષ હવે સમાપ્ત થવામાં થોડાક જ દિવસ બાકી છે. આ વર્ષે અનેક ક્રિકેટર્સ માટે ખૂબ જ ખાસ રહ્યો તો બીજી બાજુ કેટલાક માટે ખરાબ સમાચાર લઈને પણ આવ્યો. આખુવર્ષ અનેક ખેલાડી ગૂગલ પર છવાયેલા રહ્યા. જો કે ગૂગલ દ્વારા કાઢવામાં આવેલ વાર્ષિક સર્વે મુજબ ટોપ ક્રિકેટર્સની લિસ્ટમાં હજુ અનેક ચોંકાવઅનરા નામ સામે આવ્યા છે. 
 
રોહિત-કોહલી બહાર 
ગૂગલની લિસ્ટમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે ટોપ 10 ખેલાડીઓની લિસ્ટમાંથી રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ પણ બહાર થઈ ગયા છે. 
dhoni
ધોનીને પણ ન મળ્યુ સ્થાન 
ભારતના ટૉપ સર્ચની લિસ્ટમાં કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીને પણ સ્થાન મળ્યુ નથી. ધોની અનેક વર્ષો સુધી આ લિસ્ટમાં રહ્યા છે. 
હાર્દિક પડ્યાએ કર્યુ ટોપ 
આ લિસ્ટમાં ટોપ પર હાર્દિક પંડ્યા છે. હાર્દિક આઈપીએલમાં મુંબઈ ઈંડિયંસની કપ્તાનીને લઈને અને પછી પોતાના છુટાછેડાને લઈને ખૂબ ચર્ચામાં રહ્યા. 
શશાંક સિંહે મારી એંટ્રી 
આઈપીએલ ઓક્શનમાં ભૂલથી પંજાબ કિંગ્સ દ્વારા ખરીદ્યા પછી પોતાની બેટિંગથી બધાના દિલ જીતનારા શશાંક સિંહનુ નામ પણ લિસ્ટમાં છઠ્ઠા નંબર પર છે. 
ishant sharma
અભિષેક શર્માને ટોપ 10માં મળ્યું સ્થાન 
અભિષેક શર્માએ IPL 2024માં પોતાની ઝડપી બેટિંગથી બધાનું દિલ જીતી લીધું હતું. આ પછી તેને ટીમ ઈન્ડિયામાં પણ તક મળી અને તે ટોપ 10માં 9મા સ્થાને રહ્યો.