રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 9 જુલાઈ 2024 (09:15 IST)

Gupt Navratri - ગુપ્ત નવરાત્રીનું મહત્વ

Gupt Navratri - Significance of Gupt Navratri
Gupt Navratri હિન્દી પંચાગ અનુસાર, મા દુર્ગાની નવરાત્રી વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે. માઘ મહિનામાં આવતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. બીજી નવરાત્રી ચૈત્ર માસમાં ઉજવવામાં આવે છે. અને બાકીની બે નવરાત્રિ અષાઢ અને અશ્વિન મહિનામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન ભક્તો તંત્ર-મંત્ર, તંત્ર વિદ્યા વગેરે શીખનારા ભક્તો માતાને કઠિન ભક્તિ કરીને પ્રસન્ન કરે છે.  આવો જાણીએ આ દિવસોમાં શું કરવું અને શું ન કરવું.
 
મા દુર્ગાના નવ સ્વરૂપો
મા દુર્ગાના નવ સ્વરૂપો છે, જેમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિદ્ધિદાત્રી માતા છે. નવરાત્રિ દરમિયાન દેવીના આ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિદ્યા દેવીઓ  તારા, ત્રિપુરા સુંદરી, ભુનેશ્વરી, છિન્નમસ્તા, કાલી, ત્રિપુરા ભૈરવી, ધૂમાવતી, બગલામુખી છે. આ દેવીઓની ગુપ્ત નવરાત્રિમાં ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે.
 
ગુપ્ત નવરાત્રીનું મહત્વ
ગુપ્ત નવરાત્રિ તંત્ર સાધના, મેલીવિદ્યા, વશીકરણ વગેરે બાબતો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસો સુધી, મા દુર્ગાની સખત ભક્તિ અને તપસ્યા કરવામાં આવે છે. ખાસ કરીને નિશા પૂજાની રાત્રે તંત્ર સિદ્ધિ થાય છે. ભક્તિ અને સેવાથી પ્રસન્ન થઈને માતા દુર્લભ અને અનુપમ શક્તિનું વરદાન આપે છે.  સાથે જ બધી ઇચ્છાઓને સિદ્ધ કરે છે.
 
ગુપ્ત નવરાત્રિ દરમિયાન શું કરવું અને શું નહીં
 
-  એવું માનવામાં આવે છે કે નવ દિવસ સુધી બ્રહ્મચર્યના નિયમનું પાલન કરવું જોઈએ.
 
-  આ દિવસોમાં તામસિક ભોજન લેવાનુ ટાળો.
 
- જ્યોતિષ અનુસાર કુશની સાદડી પર સૂવું.
 
-  ગુપ્ત નવરાત્રિ દરમિયાન પીળા કે લાલ વસ્ત્રો પહેરો.
 
-  નિર્જળા કે ફળાહાર રહીને  ઉપવાસ રાખો.
 
-  સાચા હૃદયથી માતાની પૂજા કરો.
 
-  આ દિવસોમાં લસણ-ડુંગળીનું સેવન ટાળો.
 
- માતા-પિતાની સેવા અને આદર કરો.