જલ્દી લગ્ન અને ધન પ્રાપ્તિ માટે ગુરૂવારે કરો આ 10 ઉપાય

guruvar upay
Last Updated: ગુરુવાર, 20 ઑગસ્ટ 2020 (09:13 IST)
ગુરૂવારે વિશેષ રૂપે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાનુ વિધાન છે. આ દિવસે જો તમે ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરો છો તો તમારા જીવનના બધા સુખોની પ્રાપ્તિ થશે. ભગવાન વિષ્ણુ જેમને જગતના પાલનહાર પણ કહેવામાં આવે છે.
જો કોઈ જાતકની કુંડળીમાં ગુરૂની સ્થિતિ ખરાબ છે તો એ મનુષ્ય પોતાના જીવનમાં ક્યારેય આગળ વધી શકતો નથી.
ગુરૂને ધન.. વૈવાહિક જીવન અને સંતાનનો કારક પણ માનવામાં આવે છે. આ દિવ્સે જો આપ કેટલાક ઉપાય કરી લો તમારો ગુરૂ ગ્રહ પણ મજબૂત થશે અને
તમારા જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા નહી આવે

તો આવો જાણીએ ગુરૂવારે કયા ઉપાય કરવા જોઈએ તેના વિશે માહિતી..

1. જો તમારી કુંડળીમાં બૃહસ્પતિની સ્થિતિ ખરાબ છે તો તમે ગુરૂવારે મંદિરમાં કેસર અને ચણાની દાળનુ દાન કરો. તેનાથી તમને જરૂર લાભ થશે.
આ સાથે જ જો તમે માથા પર ચંદનનુ તિલક લગાવો છો તો આ પણ તમારે માટે લાભદાયક રહેશે.


2. ગુરૂવારના દિવસે જો તમે ધાર્મિક પુસ્તકોનુ દાન કરો છો તો તમને બૃહસ્પતિ દેવનો આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારા અભ્યાસમાં આવી રહેલ બધા પ્રકારની સમસ્યાઓનો અંત આવશે.

3. ગુરૂનો કોઈપણ પ્રકારનો દોષ દૂર કરવા માટે તમે ગુરૂવારના દિવસે ન્હાવાના પાણીમાં ચપટી હળદર નાખીને સ્નાન કરો. આ સાથે જ સ્નાન કરતી વખતે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ જરૂર કરો.

4. ગુરૂવારનુ વ્રત કરો અને કેળાના છોડમાં જળ અર્પિત કરી પૂજા અર્ચના કરો. આવુ કરવાથી લગ્નમાં આવનારા અવરોધનુ સમાધાન થાય છે અને જો તમે વિવાહિત છો તો તમારા વૈવાહિક જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા નહી આવે.

5. કુંડળીમાં રહેલ ગુરૂ દોષને દૂર કરવા માટે ગુરૂવારના દિવસે વિશેષ રૂપથી સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.

6. ગુરૂવારના દિવસે ન તો કોઈને ઉધાર આપો અને ન તો કોઈની પાસેથી ઉધાર લો. જો તમે આવુ કરો છો તો તમારી કુંડળીમાં ગુરૂની સ્થિતિ ખરાબ થઈ શકે છે અને તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.


7.
જો તમે ગુરૂવારનુ વ્રત કરો છો તો આ દિવસે સત્યનારાયણની વ્રત કથા જરોરો સાંભળો કે વાંચો.
આ તમારા જીવનમાં અનેક શુભ પરિણામ લાવશે.

8. બૃહસ્પતિ દેવનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ દિવસે વિશેષ રૂપથી બૃહસ્પતિ દેવની મૂર્તિને વિધિવિધાનથી કોઈ પીળા વસ્ત્ર પર સ્થાપિત કરો. પછી ચંદન અને પીળા ફુલથી તેમની પૂજા અર્ચના કરો. આ સાથે જ પ્રસાદમાં ચણાની દાળ અને ગોળ ચઢાવો.

9. ગુરૂવારના દિવસે પીળા વસ્ત્ર પહેરવા ખૂબ શુભ માનવામાં આવે છે. જો તમે આવુ કરો છો તો આ ઉપાય તમારો ભાગ્યોદય કરી શકે છે.

10. બૃહસ્પતિ દેવનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ગુરૂવારના દિવસે કોઈ વડીલ બ્રાહ્મણને ભોજન જરૂર કરાવો અને તેમના આશીર્વાદ લો.
આ પણ વાંચો :