ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 31 ઑક્ટોબર 2023 (08:27 IST)

કારતક મહિનાનું મહત્વ, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ખુશ કરવા માટે સૌથી અનુકૂળ સમય

tulsi
ભારતદેશનાં વિવિધ રાજયોમાં ઋતુ,માન્‍યતા,રીત-ભાત મુજબનું મેળાનું આગવુ માહત્‍મય તો છે જ પણ આપણાં ગુજરાત રાજયમાં વર્ષનાં તમામ મહિનામાં ભરાતા ભાતીગળ મેળા કરતા કારતક માસે ભરાતા મેળાની વિશેષતા કઇંક અનોખી જ છે. કારતક માસ એટલે ચોમાસાની ખરીફ ખેત જણસની લણણી બાદનો માસ, આ માસ દરમ્‍યાન ગ્રામિણ ખેડુતથી લઇને તમામ વર્ગનાં વ્‍યક્‍તિ ખેતજણસનાં વેપાર,વેચાણ થકી બે પૈસાની આવક રળી ખુશ ખુશાલ હોય અને આ ખુશી એકલા માણવી એ ગુજરાતીની તાસીરે ન જ હોય તેમ મેળે ખેશીનાં બીજ રોપી પરસ્‍પર સ્‍નેહજળનાં સિંચન થકી ભાઇચારની ઉર્મિને ઉછેરે છે.
 
આ વર્ષે કારતક મહિનો 29 ઑક્ટોથી શરૂ થઈ રહ્યો છે અને 27 નવેમ્બરે પૂરો થશે. હિન્દુ ધર્મમાં કારતક મહિનાનું ખાસ મહત્વ છે. એવી માન્યતા છે કે આ મહિનો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ખુશ કરવા માટે સૌથી અનુકૂળ સમય છે. આ મહિને શ્રદ્ધા અને ભક્તિભાવથી માતા લક્ષ્મી અને નારાયણની પૂજા કરનારાઓને ક્યારેય નાણાંની કમી રહેતી. 
 
જાણો કારતક મહિનાનું મહત્વ
 
કારતક મહિનો હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર મહિનો માનવામાં આવે છે આ ચાતુર્માસનો છેલ્લો મહિનો છે. આ મહિનામાં દેવ તત્વો મજબૂત હોય છે. આ મહિને ધન અને ધર્મ બંને સાથે સંબંધિત પ્રયત્ન કરવામાં આવે છે. આ કારણ છે કે આ મહિનો તુલસીનું રોપણ અને લગ્ન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
 
કારતક મહિનામાં દાનનું પણ ખાસ મહત્વ છે. આ મહિનામાં દીપદાન અને દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કારતક મહિનો હવામાન બદલાવવાનું પણ પ્રતીક છે તેથી આ મહિનો આવવાની સાથે જ જીવનશૈલી અને ખાનપાનમાં પણ પરિવર્તન આવે છે.
 
કારતક મહિનામાં ખાનપાન અને જીવનચરિત્રનું મહત્વ - એવું માનવામાં આવે છે કે કારતક મહિનાથી ઠંડીની શરૂઆત થાય છે, તેથી જે વસ્તુ ગરમ હોય અને લાંબા સમય સુધી ઉર્જા બનાવી રાખે એવી વસ્તુ ખાવી હિતાવહ છે. આ મહીને દાળ ન ખાવી જોઈએ. અને આ મહીને સુર્યના કિરણોનું સ્નાન ઉત્તમ માનવામાં આવે છે. આ મહિનામાં બપોર સુવું પણ ન જોઈએ