બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 30 ઑક્ટોબર 2023 (17:18 IST)

Kartik Month 2023: ભગવાન વિષ્ણુએ કેમ લીધો શાલિગ્રામનો અવતાર, વૃંદા કેવી રીતે બની તુલસી ? જાણો પૌરાણિક કથા

Kartik Mass Katha: કારતકનો મહિનો હિન્દુ ધર્મમાં પૂર્ણ રૂપથી ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. ભગવાન નારાયણની અનેક દિવ્ય લીલાઓ સાથે જોડાયેલ આ કાર્તિકનો મહિનો શાસ્ત્રોમાં અતિ પાવન બતાવવામાં આવ્યો છે. કારતક મહિનામાં સ્નાન, દાન અને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાનુ ખૂબ જ મહત્વ બતાવ્યુ છે.  માન્યતા છે કે જેને આ મહિને ભગવાન વિષ્ણુની ભક્તિ સાચા મનથી કરી લીધી તેના બધા કષ્ટ જગત-પાલક ભગવાન વિષ્ણુ હરી લે છે. 
 
શાસ્ત્રોમાં તો આ મહિનાની મોટી દિવ્ય મહિમા બતાવી છે. કારતમાં જ્યા ભગવાન વિષ્ણુ પોતાની યોગનિદ્રામાંથી ઉઠે છે તો બીજી બાજુ તેમને અનેક દિવ્ય લીલાઓ પણ કરી છે. આજે અમે ભગવાન વિષ્ણુના શાલીગ્રામ અવતારનો મહિમા કથા તમને બતાવી રહ્યા છે. વૈષ્ણવ સંપ્રદાય અને વૈષ્ણવ ભક્તોની ત્યા ભગવાન વિષ્ણુના શાલીગ્રામ રૂપની પૂજા કરવામાં આવે છે.  તો આવો જાણીએ ભગવાન વિષ્ણુના શાલીગ્રામ અવતારની ઉત્પત્તિ સાથે જોડાયેલી પૌરાણિક કથા વિશે... 
 
 
વૃંદા દૈત્ય રાજ જાલંધરની પત્ની હતી 
 
પૌરાણિક કાળની વાત છે. એક વૃંદા નામની યુવતી હતી જેનો જન્મ રાક્ષસ કુળમાં થયો હતો. રાક્ષસ કુળમાં જન્મ લીધા પછી પણ પૂર્વ જન્મના કર્મોને કારણે વૃંદાને વિષ્ણુ ભક્તિ પ્રાપ્ત હતી.  વૃંદા નિત્ય ભગવાન વિષ્ણુની ભક્તિમાં બાળપણથી જ લીન રહેતી હતી.  જ્યારે તે મોટી થઈ તો તેનો વિવાહ રાક્ષસ કુળના દૈત્ય રાજ જલંધર સાથે થયો.  વૃંદાબે વિષ્ણુ ભક્તિ પ્રાપ્ત થવાને કારણે રાક્ષસ કુળના કોઈ સંસ્કાર તેની અંદર નહોતા. તે એક પતિવ્રતા હતી અને હંમેશા પોતાના પતિની સેવા કરતી હતી.  એકવાર દેવતાઓ અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થયુ. જલંધર પણ એ યુદ્ધમાં જવાની તૈયારી કરી બેસ્યો. વૃંદાએ પોતાના પતિને કહ્યુ જ્યા સુધી તમે યુદ્ધમાં રહેશો હુ ત્યા સુધી તમારા કુશળ મંગલની કામના માટે પૂજા કરીશ.  
 
જ્યારે થયો વૃંદાના પતિ જલંધરનો વધ 
 
 યુદ્ધ દરમિયાન જલંધરને કોઈ હરાવી શક્યું ન હતું. દેવતાઓ ચિંતિત થઈ ગયા અને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને કહ્યું કે રાક્ષસોએ આખી દુનિયામાં તબાહી મચાવી છે. તમારી ભક્ત વૃંદાની ભક્તિને લીધે અમે બધા દેવતાઓ યુદ્ધમાં જલંધરને હરાવવા અસમર્થ છીએ. દેવતાઓએ ભગવાન વિષ્ણુને કહ્યું, પ્રભુ હવે તમે કંઈક કરો. 
ભગવાન વિષ્ણુ સૃષ્ટિકર્તા છે અને તેમણે આનો ઉકેલ શોધી કાઢ્યો. ભગવાન વિષ્ણુએ દેવતાઓને આશ્વાસન આપ્યું કે તેઓ તેનો ઉકેલ શોધી લેશે. આટલું કહેતાં જ ભગવાન વિષ્ણુએ પોતાનું રૂપ બદલી નાખ્યું અને વૃંદાની સામે જલંધર સ્વરૂપે પ્રગટ થયા. વૃંદાને લાગ્યું કે તેનો પતિ યુદ્ધ જીતીને આવ્યો છે અને તેણે ભગવાન વિષ્ણુને જલંધર સમજીને તેના ચરણ સ્પર્શ કર્યા. વૃંદાએ ભગવાન વિષ્ણુને જલંધર માનીને તેમના ચરણ સ્પર્શ કરતાની સાથે જ દેવતાઓએ યુદ્ધમાં જલંધરનો વધ કર્યો. 
 
ભગવાન વિષ્ણુ બન્યા શાલીગ્રામ 
 
 જ્યારે વૃંદાને તેના પતિના મૃત્યુના સમાચાર મળ્યા તો તે નવાઈ પામી અને તેણે જલંધરના રૂપમાં આવેલ વિષ્ણુજીને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાનુ સાચું સ્વરૂપ પ્રગટ કર્યું. વૃંદાએ ક્રોધિત થઈને  ભગવાન વિષ્ણુને કહ્યું, ભગવાન, મેં હંમેશા તમારી પૂજા કરી છે, તેનું તમે આ પરિણામ આપ્યુ. તે જ ક્ષણે વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો અને ભગવાન વિષ્ણુએ વૃંદાનો શ્રાપ સ્વીકારી લીધો અને પછી શાલિગ્રામનો અવતાર લીધો.  વૃંદાના શ્રાપ પછી લક્ષ્મીજી વૃંદા પાસે આવ્યા અને કહ્યું કે તમે જેને શ્રાપ આપ્યો છે તે સૃષ્ટિના પાલનકર્તા શ્રી હરિ છે જો તમે તમારો શ્રાપ પાછો નહિ લો તો આ આખું સંસાર કેવી રીતે ચાલશે? દેવી લક્ષ્મીની વિનંતી પછી, વૃંદાએ પોતાનો શ્રાપ પાછો ખેંચી લીધો અને તેના પતિના વિયોગમાં સતી બની. તેમની રાખમાંથી જે છોડ ઉગ્યો તેનુ નામ તુલસી રાખ્યું અને કહ્યું કે, આજથી મારો શાલિગ્રામ અવતાર જે શ્રાપને કારણે પથ્થર બની ગયો છે, તેની સાથે હંમેશા તુલસીજીની  પૂજા કરવામાં આવશે. જે મારા પ્રિય ભક્ત છે એ  જ્યા સુધી મને તુલસી અર્પિત નહી કરે ત્યા સુધી હુ મારા ભક્તોની કોઈની પૂજા સ્વીકારીશ નહીં આ રીતે વૃંદા કાયમ માટે તુલસી તરીકે પૂજનીય બની ગઈ.