શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 20 એપ્રિલ 2022 (16:03 IST)

ઘરના ઉંબરાનુ મહત્વ, આ રીતે કરશો ઉંબરાની પૂજા ઘરમાં ક્યારેય નહી આવે દરિદ્રતા

grah pravesh
વાસ્તુ મુજબ ઘરની મર્યાદા, માન, મોભો, પ્રતિષ્ઠા અને વૈભવનું પ્રતિક ઘરના ઉંબરાને ગણવામાં અવે છે. તમે નોધ્યુ હશે કે કેટલાક લોકો રોજ સવારે ઘરના ઉંબરાની પૂજા કરે છે. પહેલાના સમયમાં આ પૂજા નિયમિત જોવા મળતી હતી. પરંતુ આજકાલ આધુનિકતાની દોડમાં આ પ્રથા લગભગ વિસરાઈ ચુકી છે. કારણ કે મોર્ડન મકાનમાં ઘરમાં ઉંબરાને સ્થાન મળતુ જ નથી. પણ વાસ્તુની દ્રષ્ટિએ ઉંબરો ખૂબ જ મહત્વપૂર્ણ છે.



 
શાસ્ત્રોમાં ઉંબરાને મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવ્યુ છે આ એ સ્થાન છે જે ઘરમાં ખરાબ શક્તિઓના પ્રભાવને પ્રવેશ કરતા રોકે છે. 
ઉંબરાનુ રોજ પૂજન કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. 
 
જાણો ઉંબરાનુ મહત્વ 
ઉંબરા પર બનાવેલ શુભ માંગલિક ચિહ્ન ઘરની સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે. ઘરમાં મુખ્ય દ્વાર પાસે ઉંબરો બનાવવાથી અને ત્યાં ડબલ દરવાજા હોય તો નકારાત્મક અસર 
 
ઘરમાં પ્રવેશતી નથી. મુખ્ય દ્વાર પાસે ઉંબરો અને તેની નિયમિત પૂજા નકારાત્મક ઉર્જાને ઘરમાં આવતી રોકે છે.
 
કેવી રીતે ઘરના ઉંબરાની પૂજા 
ઘરના ઉંબરાને પાણીથી ધોઈને સાફ કરવો જોઈએ. કકું તથા ચોખા વડે સાથિયો બનાવીને ફૂલ ચઢાવીને નિયમિતપણે ઘરના ઉંબરાને પૂજવાથી નકારાત્મક ઊર્જા ઘરથી દૂર રહે છે.