શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 15 જાન્યુઆરી 2021 (18:37 IST)

Makar Sankranti 2021: મકર સંક્રાતિના બીજા દિવસે પ્રગટાવો દિવો, બીમારી અને શત્રુઓથી મળશે મુક્તિ

આપણા ધર્મશાસ્ત્રોમાં દીપદાનનુ વિશેષ મહત્વ છે. જે રીતે દીવો પ્રગટાવવાથી આપણને અજવાળુ મળે છે અને અંધકાર દૂર થાય છે એ જ રીતે વિવિધ અવસરો પર દીપદાન કરવાથી જીવનની અનેક સમસ્યાથી આપણને મુક્તિ મળે છે. તેથી દીપદાનને કોઈપણ વિપત્તિનુ નિવારણ માટે સૌથી ઉત્તમ ઉપાય માનવામાં આવે છે.  જે રીતે કોઈ મનોકામનાની પૂર્તિ માટે કોઈ વિશેષ તિથિ, દિવસ , માસ અને નક્ષત્રની શોધ કરવામાં આવે છે ઠીક એ જ રીતે કોઈ વિશેષ તિથિ  વિશેષ દિવસ, માસ અને નક્ષત્રમાં દીપદાન કરવાથી વિશેષ મનોકામનાની પૂર્તિ થાય છે. એવી પણ માન્યતા છે કે દીપદાન દ્વારા જ આપણે આપણી મનોકામનાઓ ઈશ્વર સુધી પહોંચાડી શકીએ છીએ.  
 
આવો જાણીએ કયા કયા અવસરો પર કરવામાં આવેલ  દીપદાન વિશેષ ફળદાયી છે 
 
ઋતુઓ મુજબ વસંત, હેમંત, શિશિર  વર્ષા અને શરદ ઋતુમાં દીપદાન કરવુ ધર્મશાસ્ત્રોમાં ઉત્તમ માનવામાં આવ્યુ છે. 
માસ મુજબ વૈશાખ શ્રાવણ આસો કાર્તિક માગશર પોષ મહા અને ફાગણ માસમાં દીપદાન કરવુ ઉત્તમ માનવામાં આવે છે. 
પક્ષ મુજબ શુક્લ પક્ષ અને સૂર્યગ્રહણ ચંન્દ્ર ગ્રહણ સંક્રાતિ કૃષ્ણ પક્ષની આઠમ નવરાત્રિ અને મહાપર્વો પર પણ દીપદાન કરવુ ઉત્તમ માનવામાં આવે છે. 
તિથિઓ મુજબ પ્રથમા, દ્વિતીયા, પંચમી ષષ્ઠી સપ્તમી દ્વાદશી ત્રયોદશી અને પૂર્ણિમાના દિવસે દીપદા કરવુ ઉત્તમ માનવામાં આવે છે. 
નક્ષત્રોના મુજબ સોહિણી આદ્રા પુષ્ય ઉત્તરા હસ્ત સ્વાતિ વિશાખા જયેષ્ઠા અને શ્રવણ નક્ષત્રના રોજ દીપદાન કરવુ ઉત્તમ માનવામાં આવે છે. 
 
હવે  જાણીએ સંક્રાતિના બીજા દિવસે  દીપક પ્રગટાવવાથી થતા લાભ વિશે.. 
 
બધા પ્રકારના અવરોધો દૂર કરવા માટે સંક્રાતિના બીજા દિવસે 250 ગ્રામ તેલનો દીવો આગામી 21 દિવસ સુધી પ્રગટાવવો જોઈએ 
- બધા પ્રકારના શત્રુઓના નાશ માટે 75 વાટ વાળો દિવો પ્રગટાવવો જોઈએ 
- પુત્ર પ્રાપ્તિ માટે 250 ગ્રામ તેલનો દિવો સંક્રાતિથી લઈને આગામી 19 દિવસ સુધી સતત પ્રગટાવવો જોઈએ 
- એક  લિટર તેલ થી સંક્રાતિના બીજા દિવસથી સતત 20 દિવસ સુધી દિવો પ્રગટાવવાથી વ્યક્તિને અસાધ્ય રોગથી મુક્તિ મળે છે.
-  જ્યારે કે 750 લિટર તેલમાં દીપદાન કરવાથી ગ્રહ કષ્ટ દૂર થાય છે.