રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 4 સપ્ટેમ્બર 2023 (11:40 IST)

Randhan Chhath 2023 -રાંધણ છઠનું મહત્વ

randhna chhth
રાંધણ છઠનું મહત્વ- શ્રાવણ માસ પણ તેનું વિશેષ મહત્વ રાખે છે. આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે . શિવનો શ્રાવન માસ ઘણા તહેવાર લઈને આવે છે. જેમાં શરૂઆત ગૌરી વ્રતથી લઈને થાય છે અને પછી જીવંતિકા વ્રત, દશામા વ્રત, નાગપંચમી, રક્ષાબંધન, શ્રાવણ સોમવાર, રાંધણ છઠ અને પછી શીતળા સાતમ, કૃષ્ણ આઠમ વગેરે... 
 
શિવની ઉપાસના માટે આ સર્વશ્રેષ્ઠ મહિનો છે. 
 
જેમાં રાંધણ છઠના દિવસે લોકો નવા -નવા વ્યંજનો બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે. તેના બીજા દિવસે એટલે શ્રાવણ વદ આઠમે કાનુડાનો જનમદિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે. 
 
રાંધણ છઠના દિવસે ગૃહણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત બની જશે અને નવી-નવી વાનગીઓ બનાવે છે. જેમાં થેપલા, બાજરાના વડા, પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, મીઠી પૂરી, તીખી પૂરી, પાત્રા, ભરેલા ભીંડા, તળેલા મરચાં, કંકોડાનું શાક, તીખી સેવ, ખીર અને  મિષ્ઠાન. 
 
આધુનીક સમયમાં પાણીપુરી, ભેળપુરી, વેજ સેંડવીજ, ફ્રૂટ સલાદ વગેરે વાનગીઓ બનાવાય છે. 
 
આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સાફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવો નહી એવી માન્યતા  છે. 
 
લોકવાયકા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે. તેથી શીતળા સાતમના દિવસે ઘરના બધા લોકો ઠંડી રસોઈ આરોગે  છે.

શા માટે લાગે છે  ટાઢી(ઠંડી)  રસોઇનો ભોગ 
ભારતીય સંસ્કૃતિમાં જેટલા પણ પર્વ ઉત્સવ ઉજવાય છે. તેનો સંબંધ ઋતુ, સ્વાસ્થય, સદભાવ અને ભાઈચારાથી છે.  મૌસમ બદલાય છે અને ગરમી પણ ધીમે પગલે  આવી જાય છે. -રાંધણ છઠ  કે ટાઢી રસોઈ મુખ્યરીતે આ અવધારણાથી સંકળાયેલો પર્વ છે. 
 
આ દિવસે ઠંડા પકવાન ખવાય  છે. રાજસ્થાનમાં બાજરાની રોટલી, છાશ, દહીંનો સેવન શરૂ થઈ જાય છે.. શીતળા માતાના પૂજન પછી તે જળથી આંખ ધોવાય છે. આ આપણી સંસ્કૃતિમાં નેત્ર સુરક્ષા અને ખાસ કરીને ગરમીથી  આંખનો ખ્યાલ રાખવાના સંકેત આપે છે. 
 
બહુ જૂનુ  છે પ્રચલન 
રાંધણ છઠના દિવસે નવા મટકા, દહીં જમાવવાનો કુલ્હડ, હાથવાળા પંખા લાવવાનો અને દાન કરવાની  પણ પરંપરા છે.  જે  જણાવે છે કે  આપણા પૂર્વજ ઋતુ પરિવર્તનને સ્વાથયની સાથે જ પરોપકાર સાથે જોડીને રાખે છે. આ પરંપરા ત્યારથી છે જ્યારે કૂલર ફ્રીજ અને એસી જેવા ઉપકરણનોની શોધ થઈ નહોતી.  

Edited By- monica sahu