રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અધિક માસ
Written By
Last Updated : સોમવાર, 21 સપ્ટેમ્બર 2020 (18:14 IST)

13 જૂનના રોજ અધિક માસની અમાસ, 7 ઉપાય દૂર કરી શકે છે પિતૃ દોષ

આ વખતે 13 જૂન, બુધવારે જેઠના અધિક માસની અમાસ છે. આમ તો અમાવસ્યા દર મહિને આવે છે પણ અધિક માસની અમાવસ્યા 3 વર્ષમાં એકવાર આવે છે. તેથી આ અમાસનુ વિશેષ મહત્વ છે.  જ્યોતિષ મુજબ તિથિ અમાવસ્યા પિત્તરોની તિથિ માનવામાં આવે છે. તેથી આ દિવસે પિતરોની આત્મની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ કરવાનુ વિધાન છે. તેથી આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી પિતૃ દોષમાં કમી આવી શકે છે. જાણો આ દિવસે કયા ઉપાય કરવા જોઈએ... 
1. અધિક માસની અમાવસ્યા પર કોઈ પવિત્ર નદીમાં કાળા તલ નાખીને તર્પણ કરો. તેનાથી પણ પિતૃગણ પ્રસન્ન થાય છે. 
2. પીપળમાં પિતરોનો વાસ માનવામાં આવે છે. અધિક માસની અમાવસ્યાની તિથિ પર પીપળના ઝાડ પર જળ ચઢાવો અને ગાયના શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો 
4. અધિક માસની અમાવસ્યા પર તમારા પિતરોને યાદ કરી ગાયને લીલુ ઘાસ ખવડાવો. તેનાથી પણ પિતૃ પ્રસન્ન અને તૃપ્ત થઈ જાય છે. 
5. આ અમાવસ્યા પર ચોખાના લોટથી 5 પિંડ બનાવો અને તેને લાલ કપડામાં લપેટીને નદીમાં પ્રવાહિત કરી દો. 
6. અમાવસ્યા પર ગાયના ગોબરથી બનેલ છાણા પ્રગટાવીને તેના પર ઘી-ગોળની ધૂપ આપો અને પિતૃ દેવતાભ્યો અર્પણમસ્તુ બોલો. 
7. આ અમાવસ્યા પર કાચુ દૂધ, જવ, તલ અને ચોખા મિક્સ કરીને નદીમાં પ્રવાહિત કરો. આ ઉપાય સૂર્યોદયના સમયે કરો તો સારુ રહેશે.