રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અધિક માસ
Written By
Last Updated : સોમવાર, 21 સપ્ટેમ્બર 2020 (18:13 IST)

અધિક માસમાં રાશિ મુજબ કરો આ ઉપાય, પુર્ણ થઈ શકે છે દરેક ઈચ્છા

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે એક જ સૂર્ય સંક્રાંતિમાં બે અમાવસ વ્યતિત થઈ જાય છે તો પ્રથમ અમાવસ્યાથી બીજી અમાવ્સયા સુધીનો સમય પુરૂષોત્તમ માસ કહેવાય છે.  વર્તમાન દિવસોમાં જયેષ્ઠનો અધિક માસ ચાલી રહ્યો છે.  જે 13 જૂન બુધવાર સુધી રહેશે.  આ મહિને કોઈપણ માંગલિક કાર્ય કરાતુ નથી અને ન તો કોઈ નવા કામની શરૂઆત થાય છે. 
 
જ્યોતિષ મુજબ અધિક માસમાં જો તમારી રાશિના સ્વામીની આરાધના, તમારા ઈષ્ટદેવ સાથે કરવામાં આવે તો ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે અને તમારા ખરાબ દિવસ પણ દૂર થઈ શકે છે.  તમે પણ જાણો પુરૂષોત્તમ માસમાં રાશિ મુજબ કયા દેવતાની પૂજા કરશો... 
 
1. મેષ અને વૃશ્ચિક રાશિવાળાએ પોતાની રાશિના સ્વામી મંગળ દેવતા સાથે હનુમાનજી અને ભગવાન શ્રીરામની ઉપાસના કરવી જોઈએ. 
2. વૃષભ અને તુલા રાશિવાળાએ પોતાની રાશિનો સ્વામી શુક્રદેવતા સાથે માતા દુર્ગાની આરાધના કરવી જોઈએ. 
3. મિથુન અને કન્યા રાશિના લોકોએ પોતાની રાશિના સ્વામી બુધ દેવતા સાથે સાથે ગણપતિ ભગવાનની ઉપાસના કરવી જોઈએ. 
4. કર્ક રાશિના લોકોએ પોતાની રાશિના સ્વામી ચન્દ્રમા સાથે ભગવાન શિવની આરાધના કરવી લાભપ્રદ રહેશે. 
5. સિંહ રાશિના જાતકોએ પોતાની રાશિના સ્વામી સૂર્ય સાથે મા ગાયત્રી અને હનુમાનજીની આરાધના કરવી જોઈએ. 
6. ધનુ અને મીન રાશિના જાતકોએ પોતાની રાશિના સ્વામી દેવગુરૂની સાથે સાથે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. 
7. મકર અને કુંભ રાશિના જાતકોએ પોતાની રાશિના સ્વામી શનિદેવ સાથે હનુમાનજી અને ભૈરવ બાબાની ઉપાસના કરવી જોઈએ જેથી શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે.