ગિનીસ બુકમાં સ્થાન માટે દેવદારની દાવેદારી
લંડન. સ્વીડનના દલરા પ્રાંતની કુલુ પહાડી પર દસ હજાર વર્ષ જુનુ દેવદારનુ વૃક્ષ જોવા મળતાં વૈજ્ઞાનિકોમાં કુતુહલ સર્જાયુ છે. 2004માં સ્વીડનની યૂઓમા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ વૃક્ષની શોધ કરી હતી. ફ્લોરીડાના મિયામીની એક પ્રયોગશાળામાં કાર્બન ડેટિંગ પધ્ધતીથી વૃક્ષના અનુવાંશિક તત્વોનુ અધ્યયન કરવામાં આવ્યુ હતુ. જેના દ્વારા આ વૃક્ષની ઉંમરનો અંદાજ કાઢવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગિનીસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં હાલ કેલિફોર્નિયાના સફેદ ડુંગરો પર જોવા મળેલા દેવદારના વૃક્ષે સ્થાન જમાવ્યુ છે. તેની ઉંમર લગભગ 4,668 વર્ષ હોવાનુ જાણવા મળ્યુ હતુ. પરંતુ, દસ હજાર વર્ષ પુરાણા દેવદારના વૃક્ષની શોધ સાથે તે પણ ગિનીસ બુકમાં સ્થાન મેળવવાનુ દાવેદાર બની ગયુ છે. અનોખા વ્યક્તિત્વોની અકલ્પનિય કાર્યસિદ્ધી વિષેના રસપ્રદ અહેવાલો વાંચવા માટે અહીં ક્લિક કરો...