લગ્ન પહેલા પાર્લર જવાનુ ન ભૂલશો

વેબ દુનિયા|

N.D
દેવ-દિવાળી પછી લગ્નની સીઝન શરૂ થાય છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી આ શુભ મુહુર્તમાં સૌથી વધુ લગ્ન થાય છે. લગ્નમાં વર-વધુ સૌના આકર્ષણનુ કેન્દ્ર હોય છે. તેમની સુંદરતાથી લગ્નના કાર્યક્રમની શોભા વધે છે.

લગ્ન નક્કી થતા જ લગ્નમાં સુંદર દેખાવવા માટે દરેક યુવક-યુવતી પાર્લરની શોધ કરવા કરવામાં લાગી જાય છે. પરંતુ ઘણીવાર એવુ બને છે કે ઓચિંતા મેરેજ નક્કી થયા પછી પાર્લરમાં જાય તો મોટેભાગની તારીખો બુક થઈ ગઈ હોય છે. તેથી પસંદગીના પાર્લરમાંથી નિરાશ થઈને પાછા ફરવુ પડે છે.

પહેલા બુકિંગ જરૂરી
આપણે એવુ સમજતા હોઈએ કે બે દિવસ પાર્લર જઈને ચહેરા પર ફેશિયલ, બ્લીચિગ કરાવીને તમારો રંગ નિખરી જશે તો એ તમારી ગેરસમજ છે. આજકાલ પાર્લરોમાં વર-વધુ માટે દોઢ મહિનો, ત્રણ મહિના, પાંચ મહિના વગેરેના વિશેષ હોય છે, જેમા તમારી બોડી સ્પા, ફેશિયલ, હેયર કટ, મૈની ક્યોર, પેડી ક્યોર વગેરે કરવામાં આવે છે.
મોટા-મોટા પાર્લર્સમાં ઘણા મહિના પહેલાથી જ બ્રાઈડલ અને ગ્રૂમ્સનો મેકઅપની બુકિંગ શરૂ થઈ જાય છે. લગ્નની સીઝનમાં સમય અને પૈસા બંને બચાવવા માટે પ્રી બુકિંગ સૌથી સારો વિકલ્પ છે.

ક્યા કયા પેકેજેસ

લેક્મે, બેબીલિસ, હબીબ્સ વગેરે પાર્લર આ વખતે બ્રાઈડ અને ગ્રૂમના મેકઅપને માટે કેટલાય નવા પેકેજેસ લઈને આવે છે, જેની બુકિંગ સમયસર કરાવીને તમે પેકેજેસનો લાભ ઉઠાવી શકો છો.
બ્યુટી પાર્લરોમાં વિવિધ પેકેજેસમં 'લાંગ સ્ટે મેકઅપ', હેયર સ્પા, સ્કિન ટાયટનિંગ અને લાઈટનિંગ ફેશિયલની પણ સુવિદ્યા હોય છે. આ પેકેજેસ 3 થી 6 મહિનાના અને 3000 થી 50,000 રૂપિયા સુધીના હોય છે.

જેવો કાર્યક્રમ તેવો મેકઅપ

આજકાલ લગ્નમાં કાર્યક્રમ મુજબ પાર્લર્સમાં વિશેષ મેકઅપ કરવામાં આવે છે. મહેંદીનો રિવાજ, મહિલા સંગીત, એગેંજમેંટ, વેડિંગ વગેરે કાર્યક્રમ માટે જુદા જુદા પ્રકારે લાઈટ અને ડાર્ક મેકઅપ કરવામાં આવે છે.
આ છે પરફેક્ટ પેકેજેસ

બ્રાઈડ અને ગ્રૂમના મેકઅપ માટે પેકેજેસ એક સારો વિકલ્પ છે. કારણ કે આમા તમારા શરીર અને સ્કીન ટોન પર ધ્યાન આપીને એક સ્પેશલ ટ્રીટમેંટ આપવામાં આવે છે. જેમા બોડી મસાજ, સ્પેશ્યલ ફેશિયલ, થેરેપી અને ટ્રીટમેંટનો પરફેક્ટ પેકેજનો સમાવેશ હોય છે.

લગભગ દોઢથી છ મહિના સુધી ચાલનારી આ ટ્રીટમેંટનો ઉદ્દેશ્ય તમારા શરીરની સુંદરતાને નિખારવાનો હોય છે. જો કે આ ટ્રીટમેંટ મોંધી જરૂર હોય છે પરંતુ ખૂબ જ લાભકારી હોય છે.


આ પણ વાંચો :