ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. 26/11 પ્રથમ વરસી વિશેષ
Written By વેબ દુનિયા|

તેને જોઈએ છે આપની મદદ...

સાબિરાના ઘાવ હજુ સુધી ભરાયા નથી

મુંબઈમાં આતંકી હુમલાઓનો ભોગ બનેલી સાબિરા ખાન જો એ ટેક્સીમાં ન બેઠી હોત તો આજે આ વાત જણાવવા માટે જીવિત બચી ન હોત. તેનો કોઈ પણ અત્તોપત્તો ન લાગત, કારણ કે, આરડીએક્સના
PR
P.R
ધડાકાના કારણે જ્યાં ટેક્સીના ફુરચા નિકળી ગયાં ત્યાં તેના શરીરનો પત્તો પણ ન લાગ્યો હોત, જેવી રીતે ટેક્સી નજીક પસાર થનારી બે મહિલાઓના અવશેષોનો પતો ન લાગ્યો તેવી રીતે.


ચાલીસ વર્ષીય સાબિરા જણાવે છે કે, તે બાળકોને અરબી ભાષાની ટ્યુશન આપીને પરત ફરી રહી હતી કે, આ દુર્ઘટના સર્જાઈ. બોમ્બના ટુકડા તેની છાતી, માથુ, હાથ-પગ અને પેટમાં લાગ્યાં. તે બેભાન થઈ ગઈ. તેની સાથે તેનો સૌથી મોટો પુત્ર અબ્દુલ હમીદ પણ હતો. તેને પણ ઈજા પહોંચી છે અને હજુ સુધી તે પૂરી રીતે ઠીક થઈ શક્યો નથી. સાબિરા જણાવે છે કે, તે ઘટનાસ્થળેથી વીસ ફુટ દૂર ફેંકાઈ ગઈ હતી.

ત્યાંથી તેને જેજે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. જ્યાં તે દોઢ મહિનો રહી પરંતુ ડોક્ટરોએ તેની તરફ ધ્યાન ન આપ્યું. તેને બાદમાં સૈફી હોસ્પિટલ મોકલી દેવામાં આવી.

સામાજિક સંગઠનોએ આ હોસ્પિટલનું દોઢ લાખનું બીલ ચૂકવ્યું. સાબિરાના પતિ અબ્દુલ માજિદ મુંબઈ એરપોર્ટમાં કામ કરે છે અને પાંચ હજાર રૂપિયા મહિને કમાય છે. સાબિરાને ટ્યુશનથી પાંચ હજાર રૂપિયાની માસિક આવક થાય છે. એવામાં છ બાળકોનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ થઈ પડે છે.

સાબિરા જણાવે છે કે, જ્યારે રાષ્ટ્રપતિ ઘાયલોને મળવા માટે આવવાની હતી ત્યારે તેને બીજા વોર્ડમાં મોકલી દેવામાં આવી. તેને રાષ્ટ્રપતિ સાથે ન મળવા દેવામાં આવી. હોસ્પિટલમાં તેને જે લોહી આપવામાં આવ્યું તેમા પણ પોલિયોના કિટાણું હતાં. તેને દર અઠવાડિયે હોસ્પિટલ જવું પડતું હતું. તાજ પબ્લિક સર્વિસ વેલફેયર ટ્રસ્ટ તરફથી તેને દર માસે પાંચ હજાર રૂપિયા મળે છે.