ચૈત્રી નવરાત્રિમાં કરો રાશિ પ્રમાણે માતાની આરાધના

વેબ દુનિયા|
P.R
ચૈત્રી નવરાત્રિની શરૂઆત 11 એપ્રિલ ગુરૂવારથી થઈ રહી છે. નવરાત્રિમાં દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા અને ક્ષમતા મુજબ મતાની આરાધના કરે છે. પણ ઉદ્દેશ્ય ફક્ત એક હોય છે માતાના આશીર્વાદ મેળવવાનો. કોઈ નવ દિવસ સુધી ઉપવાસ કરે છે તો કોઈ નવ દિવસ સુધી ચંપલ નથી પહેરતા, આ બધા માતાની ભક્તિના જ વિવિધ રૂપ છે.

જો આ નવરાત્રિમાં તમે માતાને પ્રસન્ન કરવા માંગો છો તો તમારી રાશિ મુજબ માં દુર્ગાને આરાધના કરો. જેના દ્વારા તમને માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને તમારી મુશ્કેલીઓ પણ સરળ થઈ જશે.
મેષ - આ રાશિના લોકોએ સ્કંદમાતાને વિશેષ ઉપાસના કરવી જોઈએ. દુર્ગા સપ્તશતી કે દુર્ગા ચાલીસાનો પાઠ કરો. સ્કંદમાતા કરુણામયી છે, જે વાત્સલ્યતાનો ભાવ રાખે છે - ऊं ह्रीं दुं दुर्गायै नम:, 21 માળા રોજ કરો. દુર્ગા ચાલીસાનો પાઠ કરો
વૃષભ - રાશિના લોકોએ મહાગૌરી સ્વરૂપની ઉપાસના કરશે તો વિશેષ ફળ પ્રાપ્તિ થશે. લલિતા સહસ્ત્ર નામનો પાઠ કરો. જન કલ્યાણકારી છે. અવિવાહિત યુવતીઓ દ્વારા આરાધના કરવાથી ઉત્તમ વર મળે છે. જાપ મંત્ર- क्रीं ह्रीं क्लीं, 21 માળા રોજ. શ્રી કાલીકા સહસ્ત્રનામનો પાઠ કરો. બધી મનોકામના પૂરી થશે.
- આ રાશિના લોકોએ દેવીનું યંત્ર સ્થાપિત કરી બ્રહ્મચરિણીની ઉપાસના કરવી જોઈએ. સાથે જ તારા કવચનુ રોજ પઠન કરો. મા બ્રહ્મચરિણી જ્ઞાન આપનારી છે વિદ્યાનો અવરોધ દૂર કરે છે. જાપ મંત્ર- ऊं ह्रीं त्रीं हुंफट, 21 માળા રોજ કરો. શ્રી તારા કવચનો પાઠ કરો. બધા કષ્ટો દૂર થશે.


આ પણ વાંચો :