Jakhu Temple - અહી છે હનુમાનજીના ચરણ ચિહ્ન, દર્શન માત્રથી સંકટ દૂર થશે

hanuman ji pad chihn

રામ-રાવણ યુદ્ધમાં મેઘનાદના તીરથી લક્ષ્મણજી ઘાયલ થઈને બેહોશ થઈ ગયા. એ સમયે જ્યારે સર્વ ઉપચાર નિષ્ફળ થઈ ગયા, ત્યારે વૈદ્યરાજે હિમાલય પરથી સંજીવની જડી લાવવાની સલાહ આપી અને કહ્યુ કે હવે તેનાથી જ લક્ષ્મણનું જીવન બચી શકે છે.

સંકટની આ ક્ષણમાં રામભક્ત શ્રી હનુમાનજીએ કહ્યુ કે હું સંજીવની લઈને આવુ છુ. રામની આજ્ઞા મેળવીને હનુમાનજી વાયુની ગતિથી હિમાલયની તરફ ઉડ્યા. રસ્તામાં તેમણે યાકૂ નામક ઋષિનો આશ્રમ જોયો. જ્યા ઋષિ એક પર્વત પર રહેતા હતા.

હનુમાનજીએ વિચાર્યુ ઋષિને સંજીવનીનુ યોગ્ય ઠેકાણું પૂછી લઉં છુ. આવુ વિચારીને તેઓ પર્વત પર ઉતર્યા પણ જે સમયે તેઓ પર્વત પર ઉતર્યા એ સમયે પર્વત તેમના ભારને સહન ન કરી શક્યુ નએ પર્વત અડધો જમીનમાં ધસી ગયો.

હનુમાનજીએ ઋષિને નમન કરી સંજીવની બૂટી વિશે વિસ્તૃત માહિતી મેળવી અને ઋષિને વચન આપ્યુ કે સંજીવની લીધા બાદ જતી વખતે તમારા આશ્રમમાં પાછો જરૂર આવીશ.
shimla railway

આગળ વાંચો, પણ સંજીવની લાવ્યા બાદ આવતી વખતે રસ્તામાં એક ઘટના બની..


આ પણ વાંચો :