ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 27 જુલાઈ 2021 (08:06 IST)

અંગારકી સંકષ્ટ ચતુર્થી - ગણેશજીના 108 નામ

ભારતીય સંસ્કૃતિમાં કોઈ શુભ કાર્યને નિર્વિઘ્નપૂર્વક કરવા માટે સૌ પ્રથમ ગણેજીની વંદના કરીને કાર્ય કરવામાં આવે છે. ગણેશજીનું સર્જન માતા પાર્વતીએ કર્યું હોવાથી તે શિવ અને પાર્વતીના પુત્ર કહેવાય છે. ગણેશજીના કુલ 108 જુદા જુદા નામ ગણવાયા છે પરંતુ તેમાંથી 12 નામ મુખ્ય છે –સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.
 
આવો જાણીએ ગણેશજીના 108 નામ .. 
 
૧)અખુરથ :- કે જેમના રથ તરીકે ઉંદર છે
૨)અલામ્પત :-કે જે હંમેશા શાશ્વત છે તેવા ભગવાન
૩)અમિત :- કે જેમની તુલના કરી શકાતી નથી તેવા
૪)અનન્તચીદૃપમ્યમ :-કે જે અનંત અને ચેતનાના અવતારમાં છે તેવા
 
૫)અવનીશ :- કે જે સમગ્ર વિશ્વના ભગવાન છે
૬)અવિધ્ન :-કે જે વિધ્નોને દુર કરનાર છે
૭)બાળગણપતિ :-કે જે પ્યારા બાળક ગણપતિ છે
૮)ભાલચંદ્ર :-કે જે ચન્દ્રને ધારણ કરનાર છે
૯)ભીમ :- કે જે વિશાળ કદવાળા છે
૧૦)ભૂપતિ :- કે જે ઈશ્વરના પણ ઈશ્વર છે
૧૧)ભુવનપતિ :- કે જે ભગવાનોના પણ ભગવાન છે
૧૨)બુદ્ધિનાથ :- કે જે બુદ્ધિના સ્વામી છે
૧૩)બુદ્ધિપ્રિયા :- કે જે જ્ઞાની છે
૧૪)બુદ્ધિવિધાતા:- કે જે જ્ઞાનીઓના પણ જ્ઞાની છે
૧૫)ચતુર્ભુજ :- કે જેમને જેમને ચાર હાથ છે તેવા
૧૬)દેવાદેવ :- કે જે દેવના પણ દેવ છે
૧૭)દેવંતકન્ષાકરીન :- કે જે પાપોના નાશ કરનાર છે તેવા
૧૮)દેવાવ્રતા :- કે જે પ્રાયશ્ચિત આપનારા છે
૧૯)દેવેન્દ્રશિકા:- કે જે બધા દેવતાઓના રક્ષક છે
૨૦)ધાર્મિક :- કે જે દાનેશ્વરી છે
૨૧)ધૂમ્રવર્ણ :- કે જે ધૂપ જેવા રંગના છે
૨૨)દુર્જ :- કે જે અજેય છે તેવા
૨૩)દ્વૈમાંતુરા:- કે જેમને બે માતાઓ છે
૨૪)એકાક્ષર:- કે જે એકસ્વરી છે તેવા
૨૫)એકદંત :- કે જે એક દાંતવાળા છે તેવા
૨૬)એકદ્ર્ષ્ટા :-કે જે સમદૃષ્ટિવાળા છે તેવા
૨૭)ઈશાનપુત્ર :-કે જે શિવજીના પુત્ર છે
૨૮)ગદાધર:- કે જેમને ગદા ધારણ કરી છે તેવા
૨૯)ગજકર્ણ:- કે જેમના હાથી જેવા કાન છે તેવા
૩૦)ગજાનન:- કે જેમનું મુખ હાથી જેવું છે તેવા
૩૧)ગજાનનેતી:-કે જેમનું મુખ હાથી જેવું છે તેવા
૩૨)ગજાવક્ર :- કે જે હાથી જેવી સુંઢવાળા છે
૩૩)ગજાવકત્ર :- કે જેમની હાથી જેવી સુંઢ છે તેવા
૩૪)ગણાધક્ષ્ય :- કે જે બધા ગણોના અધ્યક્ષ છે
૩૫)ગણાધ્યક્ષીન :- કે જે બધા ગણોના આગેવાન છે
૩૬)ગણપતિ :-કે જે બધા ગણોના મુખી છે
૩૭)ગૌરીસુત :- કે જે મા ગૌરીના પુત્ર છે
૩૮)ગુણીન :-કે જે સર્વગુણી છે તેવા
૩૯)હરિદ્ર :- કે જેમનો સુવર્ણ રંગ છે તેવા (હળદર)
૪૦)હેરંબ :- કે જે માતાને અત્યંત પ્રિય છે તેવા
૪૧)કપિલ :- કે જે સૂરજ જેવા પીળા રંગવાળા છે
૪૨)કવીશ :- કે જે કવિઓના કવિ છે
૪૩)કીર્તિ :- કે જે સંગીતના પ્રણેતા છે
૪૪)કૃપાળુ :- કે જે દયાળુ દેવ છે
૪૫)કૃશાપીંગઅક્ષ :- કે જે પીળા અને કથ્થાઈ નેત્રોવાળા છે
૪૬)ક્ષમાંકારમ :- કે જે માફી આપનારા છે
૪૭)ક્ષિપ્રા :- કે જે આત્માની સંતુષ્ટિ આપનારા છે
૪૮)લમ્બકર્ણ :- કે જે લામ્બા કાનવાળા ભગવાન છે
૪૯ )લમ્બોદર:-કે જે મોટા ઉદરવાળા ભગવાન છે
૫૦)મહાબળા:- કે જે ખુબ જ શક્તિશાળી ભગવાન છે
૫૧)મહાગણપતિ :- કે જે સર્વશક્તિમાન અને મુખિયા છે
૫૨)મહેશ્વરમ:- કે જે બ્રહ્માંડના નાથ છે
૫૩)મંગલમૂર્તિ :- કે જે પવિત્ર કરનારા ભગવાન છે
૫૪)મનોમય:- કે જે મન ને જીતનારા છે
૫૫)મૃત્યુંજય :- કે જે મૃત્યુ પર વિજય મેળવનારા છે
૫૬)મુંડાકર્મા :- કે જે સુખ અર્પણ કરનારા છે
૫૭)મુક્તિદયા :- કે જે આંતરિક પરમાનંદ આપનારા છે
૫૮)મુષકવાહન :- કે જેમનુ વાહન ઉંદર છે તેવા
૫૯)નાદપ્રતિષ્ઠા :- કે જે સંગીતના જાણકાર અને પ્રશંશા કરનાર છે તેવા
૬૦)નમસ્થેતું :- કે જે બધા પાપો દુર કરનારા છે
૬૧)નંદન:- કે જે ભગવાન શિવજીના પુત્ર છે
૬૨)નીદિશ્વરમ :- કે જે સુખ અને સમૃદ્ધિ આપનારા છે
૬૩)ૐકારા :- કે જે ૐ જેવા આકારવાળા છે
૬૪)પિતામ્બર :- કે જે પીળારંગવાળા છે તેવા
૬૫)પ્રમોદ :-કે જે આનંદ આપનારા છે
૬૬)પ્રથમેશ :-કે જે બધા દેવમાં પ્રથમ દેવ છે તેવા
૬૭)પુરુષ :-કે જે સર્વશક્તિમાન છે તેવા
૬૮) રક્ત :-કે જે લાલરંગના શરીરવાળા છે
૬૯)રુદ્રપ્રિય :- કે જે રુદ્રને પ્રિય છે તેવા
૭૦)સર્વદેવત્વમ :-કે જે અંજલી સ્વીકારવાવાળા છે
૭૧) સર્વસિદ્ધંત :- કે જે કુશળતા અને શાણપણના દેવ છે
૭૨)સર્વત્તમ :- કે જે રક્ષણ કરનારા છે
૭૩)શમ્ભવી :- કે જે પાર્વતીજીના પુત્ર છે
૭૫)શૂર્પકર્ણ :- કે જે મોટા કાનવાળા ભગવાન છે
૭૬)શુબન :- કે જે પવિત્ર ભગવાન છે
૭૭)શુભગુણાકર્ણન :- કે જે બધા ગુણોના નિપૂર્ણ છે તેવા
૭૮)શ્વેત :- કે જે સંપૂર્ણ સફેદ રંગવાળા છે તેવા
૭૯)સિદ્ધિધાતા :- કે જે સફળતા અને સિદ્ધિ આપનારા છે
૮૦) સિદ્ધિપ્રિય :-કે જે મનોકામના પૂર્ણ કરવાવાળા છે
૮૧)સિદ્ધિવિનાયક :- કે જે સિદ્ધિ અર્પણ કરનારા છે
૮૨)સ્કંદપૂર્વજ :-કે સ્કંદ(કાર્તિકેય) જેમના મોટાભાઈ છે તેવા
૮૩)સુમુખ :-કે જે સુંદર મુખવાળા છે તેવા
૮૪)સુરેશ્વરમ :- કે જે દેવો ના દેવ છે
૮૫)સ્વરૂપ :- કે જે સુંદરતાના પ્રેમી છે
૮૬)તરુણ :- કે જે યુવાન છે તેવા
૮૭)ઉદ્દંડા :- કે જે પાપોને દુરકરનાર છે
૮૮)ઉમાંપુત્ર:- કે જે ઉમિયાજીના પુત્ર છે
૮૯)વક્રતુંડ :-કે જે વાંકી સૂંઢવાળા છે
૯૦)વરગણપતિ :- કે જે વરદાન આપનારા છે
૯૧)વરપ્રદા :- કે જે ઈચ્છાઓ અને વર પૂર્ણ કરનારા છે
૯૨)વર્દાવિનાયક :- કે જે સફળતા આપનારા છે
૯૩)વીરગણપતિ :- કે જે શૌર્યના પ્રતિક છે
૯૪)વિદ્યાવારિધિ :- કે જે શાણપણના ભગવાન છે
૯૫)વિઘ્નહર્તા :- કે જે વિઘ્નોને દૂર કરનારા છે
૯૬)વિઘ્નહરા :- કે જે વિધ્નોને હરનાર છે
૯૭)વિઘ્નરાજા :- કે જે બ્રહ્માંડના અધિપતિ છે
૯૮)વિઘ્નરાજેન્દ્ર :- કે જે બધા અંતરાયોના ભગવાન છે
૯૯)વિઘ્નઅવિનાશન્ય:- કે જે બધા વિધ્નોનો વિનાશ કરનાર છે
૧૦૦)વિધનેશ્વર :- કે જે વિઘ્નોને દૂર કરનારા ભગવાન છે
૧૦૧)વિકટ :- કે જે વિશાળ અને કદાવર છે
૧૦૨)વિનાયક :- કે જે દેવો ના દેવ છે
૧૦૪)વિશ્વામુખ :- કે જે બ્રહ્માંડના પ્રણેતા છે
૧૦૫)યજ્ઞકાય :- કે જે બલિદાન આપનારા છે
૧૦૬)યશસ્કરમ :- કે જે સુખ અને સમૃદ્ધિ આપનાર છે