સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 17 માર્ચ 2023 (09:30 IST)

Hindu Dharm - ઘરની બહાર નીકળતી વખતે પહેલા આ પગ મુકો બહાર, કિસ્મત ચમકી જશે

hindu dharm
આજે સામુદ્રિક શાસ્ત્રમાં અમે તમને  બતાવી રહ્યા છીએ કે ઘરની બહાર નીકળતી વખતે સૌથી પહેલા કયો પગ મૂકવો જોઈએ. ઘરની બહાર નીકળતી વખતે સૌથી પહેલા જમણો પગ મુકવાની પરંપરા ઘણી જૂની છે. કોઈ પણ મહત્વના કામ માટે ઘરની બહાર નીકળવા માટે જો જમણો પગ પહેલા બહાર મુકવામાં આવે તો માનવામાં આવે છે કે વ્યક્તિનો આખો દિવસ સારો જશે અને તેના કામ પણ સારી રીતે પાર પડશે.
 
તમે ઘરના વડીલો પાસેથી ઘણી વાર સાંભળ્યું હશે કે ઘરની બહાર નીકળતી વખતે પહેલા જમણો પગ મુકો. આ કહેવત બહુ જૂની છે અને સારી પણ છે. જમણો, એટલે કે સીધો પગ. જ્યારે આપણે કોઈ અગત્યના કામ માટે ઘરની બહાર જઈએ છીએ અને ઘરની બહાર નીકળતી વખતે જમણો પગ પહેલા બહાર મૂકીએ તો માનવામાં આવે છે કે આપણા બધા કામ ખૂબ જ સારી રીતે પાર પડશે અને તમને રસ્તામાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.  કારણ કે કોઈપણ કાર્ય માટે લેવાયેલ આપનું પ્રથમ પગલું જ આપણું ભાવિ નક્કી કરે છે અને જમણો, એટલે કે સીધો પગ સકારાત્મકતા દર્શાવે છે.
 
તેથી જો તમે પણ કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો, તો પહેલા તમારા જમણા પગને ઉબરાની બહાર મુકો. આનાથી તમારો દિવસ સારો રહેશે અને તમારું કામ પણ સારી રીતે પૂર્ણ થશે.