મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 10 ફેબ્રુઆરી 2020 (13:28 IST)

શુભ ફળ જોઈતુ હોય તો શિવજીને પ્રસન્ન કરવા અઠવાડિયાની શરૂઆત આ રીતે કરો..

સોમવારે ચંદ્ર ગ્રહ માટે વિશેષ પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ મુજબ જો કુંડળીમાં ચંદ્ર ગ્રહ અશુભ સ્થિતિમાં છે તો વ્યક્તિને અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે.  સોમવારે ભગવાન શિવનુ પણ પૂજન કરવામાં આવે છે. 
 
અહી જાણો શિવજી અને ચંદ્ર ગ્રહની કૃપા મેળવવાના કેટલાક ઉપાય... 
 
-  શિવજીને જળ અને દૂધ અર્પિત કરો.. બિલી પત્ર ચઢાવો 
- ચંદ્ર માટે દૂધ અને ચોખાનુ દાન કરો 
- મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ. આ માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો. 
-મહામૃત્યુંજય મંત્ર  - "ૐ ત્ર્યમ્બક યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ઘનમ
           ઉર્વારુકમિવ બન્ધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત" 
 
જો તમે ચાહો તો ૐ નમ: શિવાય મંત્રનો જાપ પણ કરી શકો છો. 
 
- શિવ મંદિરમાં કે કોઈ ગરીબને ઈચ્છા મુજબ ધન કે અનાજનુ દાન કરો. 
- કોઈ સુહાગનને સુહાગનો સામાન દાન કરો. સૌભાગ્યનો સામાન જેવો કે બંગડીઓ, કંકુ, લાલ સાડી વગેરે..