શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 10 ફેબ્રુઆરી 2020 (11:21 IST)

ડેક્સટ્રા 2020’ ટેક ફેસ્ટ: લોકોએ માણી રોબો વૉર, રોબો ફીફાની મજા

અમિરાજ કોલેજ ઓફ એન્જીનિયરીંગમાં તા.7 અને 8 ફેબ્રુઆરી, 2020ના રોજ 25થી વધુ ટેકનિકલ અને નોન-ટેકનિકલ ઈવેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી 35 કોલેજોના 2500થી વધુ વિદ્યાર્થી ડેક્સટ્રામાં નોંધણી કરાવી સામેલ થયા હતા. રૂ.70 હજારના રોકડ ઈનામો માટે સ્પર્ધાઓ યોજાઈ હતી. 2000 થી વધુ વિદ્યાર્થીઓ આ સમારંભમાં સામેલ થયા હતા.
આ ટેક-ફેસ્ટનું ઉદ્દઘાટન મુખ્ય મહેમાન અને અમીરાજ ગ્રુપના ચેરમેન મહેશભાઈ પટેલે કર્યું હતું. ઉદ્દઘાટન સમારંભનો પ્રારંભ અમીરાજ ઈનોવેશન લેબ ખૂલ્લી મૂકીને કરવામાં આવ્યો હતો અને રોકેજ લોન્ચ તથા રોકેટ સાયન્સ વર્કશોપથી શરૂઆત થઈ હતી. આ પ્રસંગે સેલિબ્રીટી ગેસ્ટ આરજે મયંકે અમીરાજ કોલેજની ટેક-ફેસ્ટ ડેક્સટ્રા 2020 દરમ્યાન મુલાકાત લીધી હતી.
અમીરાજ કોલેજનો આ ત્રીજો ટેક-ફેસ્ટ છે અને તેની અગાઉની એડીશનની જેમ તેમાં યુવાનો, કોર્પોરેટ સંસ્થાઓ, અધ્યાપકો વગેરેએ રોબો વૉર, રોબો ફીફા, રોબો કોડહન્ટ, બોબ ધ બિલ્ડર જેવા ટેકનિકલ ઈવેન્ટને માણ્યા હતા. આ ઉપરાંત બોક્સ ક્રિકેટ, પબજી વગેરે મનોરંજક સમારંભો પણ યોજાયા હતા. આ ઉપરાંત કેમ્પસ ટુ કોર્પોરેટ વર્કશોપ યોજવામાં આવી હતી, જેમાં કારકીર્દિલક્ષી વિદ્યાર્થીઓએ તેને ગંભીરતાથી મહત્વ આપ્યું હતું. કેમ્પસમાં ફીડબેક પણ લેવામાં આવ્યો હતો, જેમાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓએ રોમાંચક અનુભવ વ્યક્ત કર્યો હતો. એકંદરે અમીરાજ કોલેજનો ડેક્સટ્રા 2020 આનંદદાયક સમારંભ બની રહ્યો હતો.