શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 5 જાન્યુઆરી 2022 (00:18 IST)

Budhwar- બુધવારે કિન્નર દેખાય તો કરો આ ઉપાય

સુષ્ટિની સંરચના જગત પિતા બ્રહ્માજીએ કરી છે પણ માન્યતા મુજબ કિન્નરોની ઉત્પત્તિનો શ્રેય ભગવાન શિવને જાય છે. શિવ પુરાણમાં બતાવ્યુ છે કે જ્યારે બ્રહ્માજીએ પોતાની યોગ શક્તિથી પુરૂષોની ઉત્પત્તિ કરવી શરૂ કરી. તો તેને ખૂબ સમય લાગી રહ્યો હતો. બ્રહ્માજીની પ્રાર્થના પર ભગવાન શિવે પોતાની કાયાના અડધા ભાગથી નારીનુ સૃજન કર્યુ અને અર્ધનારેશ્વર રૂપે પ્રકટ થયા. 
 
તેમનુ આ સ્વરૂપ ન તો પૂર્ણ રૂપે મહિલાનુ હતુ અને ન કે પુરૂષનુ. સ્ત્રી રૂપના સૃજન સાથે કિન્નરની પણ પરિકલ્પના થઈ. જ્યારથી મૃત્યુલોક માં આવ્યુ ત્યારથી કિન્નર પણ આવ્યા.  તેની પૃષ્ટિ પુરાણો અને પૌરાણિક કથાઓમાં પણ થાય છે. કિન્નર સમાજનો ત્રીજો વર્ગ કહેવાય છે. 
 
જ્યોતિષશાસ્ત્રી માને છે કે બુધ ગ્રહ નપુંસક છે. કિન્નરોમાં તેનો વાસ માનવામાં આવ્યો છે. બુધ ગ્રહની શુભ્રતા ઈચ્છો તો તો કિન્નરોને પ્રસન્ન કરો. બુધ ગ્રહ જીવનના અનેક પહેલુઓ પર પોતાનુ વર્ચસ્વ રાખે છે. જે વેપાર, બુદ્ધિ, સેક્સ લાઈફ, ત્વચા અને ધન. 
 
આ ક્ષેત્રોમાં વારા-ન્યારા ઈચ્છે છે તો બુધવારને કિન્નર જુઓ તો જરૂર કરો આ કામ 
 
કિન્નરને ધન આપો. જો તે તમારા પર પ્રસન્ન થઈને જાતે તમને સિક્કો કે રૂપિયો આપે તો તેને ના ન પાડશો.  તેને તમારા ઉજ્જવળ ભાગ્યના સંકેત સમજો અને તેને લઈને તમારા ગલ્લા, કેશ બોક્સ કે ધન સ્થાન પર મુકી દો. 
 
કિન્નરોને લીલી  બંગડીઓ ભેટ કરવાથી બિઝનેસમાં આવનારા અવરોધો અને ધન સંબંધી પરેશાનીઓથી છુટકારો મળે છે. 
 
કિન્નરોના લીલા રંગના વસ્ત્ર અથવા મહેંદી આપવાથી શુભ ફળદાયી હોય છે. 
 
ભોજન કરાવો અન્ન ધનમાં વધારો થશે