સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 15 જુલાઈ 2024 (19:04 IST)

Devshayani Ekadashi 2024 Upay: દેવશયની અગિયારસ પર કરો આ ખાસ ઉપાય, સદા રહેશે વિષ્ણુજીની કૃપા

devshayni ekadashi
devshayni ekadashi
Devshayani Ekadashi 2024 Upay: દેવશયની એકાદશીનુ વ્રત દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિના દિવસે કરવામાં આવે છે.  આ વ્રત આ વર્ષે 17 જુલાઈ 2024ના રોજ કરવામાં આવશે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે.  દેવશયની એકાદશીના દિવસથી જ ચતુર્માસની શરૂઆત થાય છે. ત્યારબાદ ભગવાન શ્રી હરિ ચાર માસ માટે યોગ નિદ્રામાં પાતાળ લોક જતા રહે છે.  ત્યા સુધી આ સુષ્ટિનુ સંચાલન ભગવાન શિવ કરે છે.  દેવશયની એકાદશીનુ વ્રત કરવાથી જાતકને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ સદા ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે. શાસ્ત્રોમાં દેવશયની એકાદશીના દિવસે કેટલાક ખાસ ઉપાય બતાવ્યા છે. 
 
આવો જાણીએ દેવશયની એકાદશીના દિવસે કયા ખાસ ઉપાય કરવા જોઈએ. 
 
- દાંમ્પત્ય જીવન માટે  
દેવશયની એકાદશીના દિવસે તુલસીના ઝાડ પાસે ઘી નો દીવો પ્રગટાવો. આ સાથે જ તુલસી માતાને લાલ ચુંદદી અર્પિત કરો અને આરતી કરો.. આવુ કરવાથી દાંપત્ય જીવનમાં ખુશહાલી આવે છે અને જીવનસાથી સાથે પ્રેમ વધે છે.   
 
- બિઝનેસ નો પ્રોગેસ કરવા 
જો તમે વેપાર કરી રહ્યા છો અને તમે ઈચ્છો છો કે તમારા બિઝનેસમાં  તમને ખૂબ પ્રોફિટ થાય તો દેવશયની એકાદશીના દિવસે સ્નાન પછી સૂર્ય દેવતાને જળ અર્પિત કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુની સામે કેટલાક સિક્કા મુકો અને પૂજા કર્યા પછી તેને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં મુકો. આમ કરવાથી તમને બિઝનેસમાં અપાર સફળતા મળશે.  
 
સુખ અને શાંતિ માટે  
 દેવશયની એકાદશીના દિવસે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરીને ભગવાનને કેળા અને મીઠાઈઓ ચઢાવો. આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનમાં સુખ-શાંતિ બની રહે છે. 
 
મુશ્કેલીઓ દૂર કરવા માટે 
જો તમારા જીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી હોય તો દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કેસરવાળા દૂધનો અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી શ્રી હરિની કૃપાથી તમારી બધી તકલીફો ક્ષણભરમાં દૂર થઈ જશે.