રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 19 જાન્યુઆરી 2022 (00:21 IST)

Don’ts of Wednesday: બુધવારે ભૂલથી પણ ન કરશો આ કામ, થઈ શકે છે ભારે નુકશાન

Don’ts of Wednesday: શાસ્ત્રો અનુસાર બુધવાર બુધ ગ્રહનો દિવસ છે. આ દિવસે બુધ ગ્રહ અને ભગવાન ગણેશની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને ભક્તોને ઈચ્છિત વરદાન આપે છે. પરંતુ આ દિવસે આપણે જાણતા-અજાણતા કેટલીક ભૂલો કરીએ છીએ, જેના કારણે આપણને ભારે નુકસાન થઈ શકે છે. તેથી, આ દિવસે વ્યક્તિએ ભૂલીને પણ કોઈ ભૂલ ન કરવી જોઈએ. નહિંતર, આના કારણે આખા પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ એવા ક્યા કામ છે જે બુધવારે ભૂલીને પણ ન કરવા જોઈએ.
 
 
1. બુધવારના દિવસે ભૂલથી પણ કોઈ કિન્નરનુ અપમાન ન કરવું જોઈએ. જો તમે બુધવારે કોઈ કિન્નરને જુઓ તો તમારે તેમને શૃંગારની વસ્તુઓનું દાન કરવું જોઈએ.
 
2- આ ઉપરાંત આ દિવસે તમે કોઈ છોકરી કે મહિલાનું અપમાન ન કરો, નહીં તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ દિવસે કન્યાને ભોજન કરાવવાથી પણ લાભ થાય છે. 
 
3-કેટલાક લોકોને પાન ખાવાનો ખૂબ શોખ હોય છે, પરંતુ બુધવારે પાન ન ખાવું, એવું માનવામાં આવે છે કે તેનાથી ધનનું નુકસાન થાય છે અને તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે.
 
4. બુધવારના દિવસે નવા જૂતા અને કપડા ન ખરીદવા જોઈએ કે નવા કપડા ન પહેરવા જોઈએ, એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમને નુકસાન થઈ શકે છે. તેથી બુધવારે નવા વસ્ત્રો પહેરવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ.
 
5-બુધવારના દિવસે વાળ સંબંધિત કોઈ વસ્તુ ન ખરીદવી, ટૂથબ્રશ વગેરે આ દિવસે ન ખરીદવું જોઈએ.
 
6-આ સિવાય દૂધની ખીર કે અન્ય કોઈ વાનગી જેમાં દૂધ બળી જવાની સંભાવના હોય તે બુધવારે ન બનાવવી જોઈએ. 
 
7-બુધવારે કોઈને પણ પૈસા ઉધાર ન આપો. આ તમને નાણાકીય સમસ્યાઓનું કારણ બની શકે છે, અને તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે.