સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 10 જાન્યુઆરી 2023 (10:13 IST)

Mangal Dosh : માંગલિક છો તો લગ્ન પહેલા કરી લો આ સહેલા ઉપાય, દૂર થઈ જશે મંગલ દોષ

mangal dosh
Upay Of Mangal Dosh Effects: મહિલા હોય કે પુરુષ બંને જ માંગલિક હોઈ શકે છે .  કોઈ મહિલા કે પુરૂષના માંગલિક હોવાનો મતલબ હોય છે કે તેમની કુંડળીમાં મંગળ ગ્રહની સ્થિતિ પ્રભાવી છે. વ્યક્તિની કુંડળીમાં જો મંગળ પ્રથમ, ચતુર્થ, અષ્ટમ કે દ્રાદશ ભાવમાં હોય છે તો તેને મંગલ દોષ કહેવામાં આવે છે.  તેમા અષ્ટમ અને દ્વાદશ ભાવમાં મંગલનુ હોવુ સૌથી ખરાબ માનવામાં આવે છે. કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ દોષ કે માંગલિક દોષ થતા તેના લગ્નમા અડચણો આવે છે.  જો લગ્ન થઈ પણ જાય તો વૈવાહિક પરેશાનીઓ કાયમ રહે છે.  જો તમે પણ માંગલિક છો તો લગ્ન પહેલા આ સહેલા ઉપાયોથી મંગલ દોષ દૂર કરી શકો છો. 
 
માંગલિક દોષ નિવારણ - 
 
માંગલિક દોષનુ નિવારણ કરવા માટે તમે કોઈ અનુભવી જ્યોતિષિની સલાહ લઈ શકો છો. સાથે જ કેટલાક સહેલા ઉપાયો કરવાથી પણ કુંડળીમાં સ્થિત મંગલ દોષ દૂર કરી શકાય છે. 
 
ભાત પૂજન- ઉજ્જૈનનું મંગલનાથ એકમાત્ર એવું સ્થાન છે જ્યાં મંગલ દોષ દૂર કરવા માટે ભાત પૂજા કરવામાં આવે છે.
 
કુંભ વિવાહ- કુંભ વિવાહ એટલે માંગલિક વ્યક્તિના લગ્ન કોઈ માટીના ઘડા સાથે કરવામાં આવે છે અને પછી તેને ફોડી નાખવામાં આવે છે.
 
હનુમાન ચાલીસાઃ- હનુમાનજીની પૂજા અને હનુમાન ચાલીસા પણ મંગલ દોષ દૂર કરવા માટે અસરકારક છે. મંગળવારે સિંદૂર ચઢાવીને હનુમાનજીની પૂજા કરો અને ભક્તિભાવથી હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ કુંડળીમાં રહેલા મંગલ દોષને શાંત કરે છે.
 
શાકાહારી બનો- મંગલ દોષ ધરાવતી વ્યક્તિએ માંસાહારી ખોરાકથી દૂર રહેવું જોઈએ. જો તમે માંસાહારી છો, તો ખાસ કરીને લગ્ન પહેલા તેને છોડી દેવાનો સંકલ્પ કરો.
 
શુ હોય છે મંગળ/માંગલિક દોષ 
 
માંગલિક દોષના ઉપાય જાણ્યા પછી એ જાણીએ કે છેવટે મંગળ કે માંગલિક દોષ શુ હોય છે.  ઉલ્લેખનીય છે કે કેટલાક લોકોનુ એવુ માનવુ છે કે જે વ્યક્તિનો જન્મ મંગળવારે થાય છે તે માંગલિક હોય છે. પણ જન્મના દિવસથી મંગલ દોષ વિશે જાણ થતી નથી. આ માત્ર ભ્રમ છે. મંગલ દોષની જાણ ફક્ત વ્યક્તિની કુંડળી પરથી જ થાય છે. માંગલિક દોષ પણ બે પ્રકારના હોય છે એક ઉચ્ચ કે પૂર્ણ માંગલિક દોષ અને બીજો સૌમ્ય કે આંશિક મંગલ દોષ 
 
ઉચ્ચ મંગળ દોષ - કોઈ વ્યક્તિની કુંડળીમાં લગ્ન કે ચંદ્ર કુંડળીમાં 1, 4, 7, 8 કે 12 માં ભાવમાં સ્થિત હોય છે તો તેને ઉચ્ચ મંગલ દોષ કહેવામાં આવે છે. આવા લોકોનુ જીવન મુશ્કેલીઓથી ભરેલુ હોય છે. 
 
સૌમ્ય મંગળ દોષ - નિમ્ન કે આંશિક માંગલિક વ્યક્તિની જન્મ કુંડળીમાં લગ્ન કે ચંદ્ર 1, 4, 7, 8 કે 12 તેમાથી કોઈ એક માં હોય તો તેને સૌમ્ય માંગલિક દોષ કહેવાય્છે. જ્યોતિષ મુજબ જ્યારે વ્યક્તિ 28 વર્ષનો થાય છે તોઆ દોષ આપમેળે જ સમાપ્ત પણ થઈ શકે છે.