1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 24 માર્ચ 2025 (13:35 IST)

Fagun Amavasya 2025: ફાગણ અમાવસ્યાના દિવસે પિતરોને પ્રસન્ન કરવા જરૂર કરો આ કામ, પિતૃ દોષથી મળશે મુક્તિ

 Fagun amavasya 2025,
Fagun Amavasya  2025: આ વર્ષે ફાગણ  મહિનાની અમાસ 30 માર્ચના રોજ છે.  અમાસના દિવસે સ્નાન-દાનનુ વિશેષ મહત્વ હોય છે. આવુ કરવાથી વ્યક્તિને પુણ્યકારી ફળોની પ્રાપ્તિ થાય છે. અમાસનો દિવસ પિતરોને પણ સમર્પિત છે.  ધાર્મિક માન્યતા છે કે અમાસનો દિવસ પિતૃ ધરતી લોક પર આવે છે. તો અમાસનો દિવસ પિતરોને પ્રસન્ન કરવા માટે સૌથી ઉત્તમ માનવામા આવે છે.  તો ચાલો જાણીએ કે પિતરોના આશીર્વાદ મેળવવા માટે અમાસના દિવસે કયા કામ કરવા જોઈએ.  
 
 અમાસના દિવસે કરો આ કામ પિતૃ થશે પ્રસન્ન 
 
1. અમાસના દિવસે પિતરોના તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ પણ કરવામાં આવે છે. આવુ કરવાથી પૂર્વજોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો જો તમારી કુંડળીમા પિતૃ દોષ છે તો ચૈત્ર અમાસના દિવસે પિતરોનુ તર્પણ જરૂર કરો. આ ઉપાયને કરવાથી તમાને પિતૃ દોષથી મુક્તિ મળશે. બીજી બાજુ પિતરોનુ પિંડદાન અને શ્રાદ્ધ કરવાથી પૂર્વજોની અપાર કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ પિતૃ દોષનો પ્રભાવ પણ ઓછો થાય છે.  
 
2. ફાગણ અમાસના દિવસે સ્નાન વગેરે પછી પિતરોના નામ ગરીબોને અન્ન, વસ્ત્ર, ધન અને ભોજનનુ દાન પણ જરૂર કરો આવુ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને પોતાના વંશજોને આશીર્વાદ આપે છે.  
 
3. અમાસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને તમારી ક્ષમતા મુજબ દાન-દક્ષિણા પણ આપો. આવુ કરવાથી પિતૃ દોષ દૂર થાય છે અને પિતરોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.  
 
4. ફાગણ અમાવસ્યાના દિવસે પીપળાના ઝાડ પર જળ અને દૂધ અર્પિત કરો. ત્યારબાદ ફળ, ફૂલ અને કાળા તલ પણ ચઢાવો. પછી ધી નો દિવો પ્રગટાવીને 11 વાર પરિક્રમા કરો. આ ઉપાયને કરવાથી જાતકને પિતૃ દોષથી છુટકારો મળે છે.  
 
5. અમાસના દિવસે ગાય, કાગડો, કૂતરાને ભોજન કરાવો. એવુ કહેવાય છે કે આવુ કરવાથી પિતૃ દોષથી છુટકારો મળે છે અને આ સાથે જ પિતરોનો આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. 
 
6. અમાસના દિવસે ઘરની બહાર દક્ષિણ દિશામાં તેલનો દિવો પ્રગટવો. આ દિશા પિતરોની માનવામાં આવે છે. તો દક્ષિણ દિશામાં દિવો પ્રગટાવવાથી પૂર્વજ પ્રસન્ન થાય છે.