1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: રવિવાર, 23 જૂન 2024 (13:55 IST)

Gauri Vrat 2024 Date, Time: ગૌરીવ્રત શુભ તિથિ અને મુહુર્ત

gauri vrat 2024
Gauri Vrat - ગૌરીવ્રતનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. ગૌરીવ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે. આ દિવસે અવિવાહિત યુવતીઓ સારા પતિની કામના માટે વ્રત કરે છે. આ મુખ્ય રૂપે ગુજરાતના લોકો દ્વારા ઉજવાય છે. 
 
બુધવાર, 17 જુલાઈ, 2024 ના રોજ શરૂ થાય છે, અને રવિવાર, 21 જુલાઈ, 2024 ના રોજ સમાપ્ત થાય છે
 
ગૌરી વ્રત 2024 તારીખ (પ્રારંભ) - બુધવાર, 17 જુલાઈ, 2024
ગૌરી વ્રત 2023 તારીખ (સમાપ્તિ) -  રવિવાર, 21 જુલાઈ, 2024
 
ગૌરીવ્રતનુ મહત્વ 
આ તહેવાર શુક્લ પક્ષની અગિયારસથી શરૂ થાય છે અને પાંચ દિવસ કે પૂર્ણિમા પછી સમાપ્ત થાય છે. તેને ભારતના અનેક ભાગમાં મોરકત વ્રત પણ કહે છે.  કારણ કે આ તહેવારમાં મીઠુ નથી ખાવામાં આવતુ અને 5 દિવસ મોઢુ મોળુ રાખવુ પડે છે.  આ તહેવાર અમદાવાદમાં અગિયારસથી શરૂ થાય છે અને પૂનમના દિવસે સમાપ્ત થાય છે. જ્યારે કે વડોદરામાં આ તહેવાર તેરસથી શરૂ થાય છે. બીજના દિવસે સમાપ્ત થાય છે. યુવતીઓ પોતાના પરિવાર માટે આ વ્રત કરે છે. આ વ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે. 
 
હિન્દુ કેલેંડર મુજબ આ વ્રત અષાઢ મહિનામાં ઉજવાય છે. અષાઢ એકાદશી (દેવ શયની એકાદશી)થી ગુરૂ પૂર્ણિમા (જેને અષાઢ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે) સુધી આ પાંચ દિવસ ભારતના પશ્ચિમ ભાગમાં વિશેષ રૂપતી ગુજરાતમાં પંચક કે ગૌરી પંચકના રૂપમાં ઉજવાય છે.