રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 21 જૂન 2023 (13:27 IST)

Gupt Navratri - ગુપ્ત નવરાત્રીની પૂજા વિધિ

chitra navratri
Gupt Navratri 2023 : હિંદુ ધર્મમા નવારાત્રીના તહેવારનો ખાસ મહત્વ રાખે છે. નવરાત્રીના તહેવારા વર્ષમાં 4 વાર ઉજવાય છે. જેમાં બે ગુપ્ત નવરાત્રી હોય છે અને બે નવરાત્રી વ્યાપક રૂપથી ઉજવયા છે. ગુપ્ત રૂપથી નવરાત્રી માધ અને અષાઢ મહીનામાં આવે છે. તેમજ વ્યાપક રૂપથી ઉજવાતી નવરાત્રી ચૈત્ર અને શારદીય નવરાત્રી હોય છે. 
 
ધાર્મિક માન્યતાઓના મુજબા ગુપ્ત નવરાત્રીમાં તાંત્રિક અને સાધુ મુખ્ય રૂપથી માતા દુર્ગાને પ્રસન્ન કરે છે. માન્યતા મુજબા આ ગુપ્ત નવરાત્રીમાં તાંત્રિક 20 મહાવિદ્યાઓને પ્રસન્ન કરી પૂજા કરે છે. સાથે જા ગુપ્ત સિદ્ધિઓ અને તાંત્રિક સિદ્ધિઓ મેળવે છે. આ પણ માન્યતા છે કે આ દરમિયાન દુર્ગાની પૂજા જેટલી ગુપ્ત રખાય તેનો ફળ તેટલુ જા વધારે મળે છે. 
 
ગુપ્ત નવરાત્રીમાં 9 દિવસ માટે કળશ સ્થાપના કરાય છે. આ દરમિયાન બન્ને સમયે મંત્ર જાપ દુર્ગા ચાલીસા અથવા સપ્તશતીનો પાઠ કરો. સવાર-સાંજ આરતી કરવી શુભ માનવામાં આવે છે. લવિંગ અને બાતાશા બંને સમયે મા દુર્ગાને અર્પણ કરી શકાય છે.

Edited By-Monica Sahu