પૂજા કરતી વખતે તમે આ ભૂલ તો નથી કરતા ને ?

puja and vastu
Last Updated: બુધવાર, 12 એપ્રિલ 2017 (17:45 IST)
પ્રાચીન સમયથી જ મનુષ્ય ઈશ્વરને પ્રસન્ન
કરવા માટે અને પોતાની કરતો આવ્યો છે. આમ તો ભોળા ભાવથી શ્રદ્ધાપૂર્વક જેવુ પણ પૂજન કરવામાં આવે તે દેવી-દેવતાઓને સ્વીકાર્ય હોય છે. પણ
તે
શુભ ફળ પ્રાપ્ત નથી થતુ જે થવુ જોઈએ. તમે પોતે વિચાર કરો કે ક્યાક પૂજા કરતી વખતે તમે તો આવી ભૂલ નથી કરતા. જો પૂજા કરતી સમયે તમે કેટલીક વાતોનુ ધ્યાન રાખશો તો ગરીબી ક્યારેય તમારે દ્વાર નહી આવે.

- રોજ સવારે પંચદેવ પૂજન (સૂર્ય. ગણેશ. દુર્ગા. શિવ અને વિષ્ણુ) કરો.
તેનાથી ઘરમાં લક્ષ્મીનુ આગમન અને સમૃદ્ધિની પ્રાપ્ત થાય છે.


- ભગવાનને પુષ્પ હાથોને બદલે કોઈ પવિત્ર પાત્રમાં મુકીને ચઢાવો

- ઘરના પૂજા ઘરમાં સવાર અને સાંજ એક દીવો ઘી નો અને એક દીવો તેલનો જરૂર પ્રગટાવો. યાદ રાખો કે ક્યારેય દીવાથી દીવો ન પ્રગટાવો. આવુ કરવાથી શરીરમાં રોગોનો સંચાર થાય છે.


- ગાંગાજળ ફક્ત તાંબાના વાસણમાં રાખવુ શુભ રહે છે.
અન્ય કોઈપણ ઘાતુમાં રાખવાથી તે અશુદ્ધ થઈ જાય છે.


- સમય સમય પર મંદિરમાં દાન-દક્ષિણા કરતા રહેવુ જોઈએ. દાન એવુ હોવુ જોઈએ જેમા એક છલકાવવાનો ભાવ હોય. જેવુ કે વાદળ ખૂબ ભરાય છે. ત્યારે વરસે છે અને ત્યારે હલકુ થાય છે.

- પૂજા કરતી વખતે તમારુ મોઢુ પૂર્વ કે ઉત્તર દિશામાં મુકો. આમ તો ભગવાનની પૂજા કરવી કોઈપણ સમય માટે શુભ હોય છે પણ સવારે 6 થી 8 વાગ્યાના સમયે પૂજા જરૂર કરો.


-તાંબાના વાસણમાં ચંદન ન મુકશો. આનાથી તે અશુદ્ધ થઈ જાય છે. ચાંદીના પાત્રમાં ચંદન મુકવાથી તે પૂર્ણ રૂપે શીતળતા આપે છે.


આ પણ વાંચો :