સોમવાર, 18 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2024 (19:11 IST)

Indira Ekadashi 2024 Bhog: ઈન્દિરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને લગાવો આ ભોગ, જીવનમાં બરકત કાયમ રહેશે, નોંધી લો આ પારણાનો સમય

ઈન્દિરા એકાદશી (Indira Ekadashi 2024) પર ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષમાં પડનારી એકાદશીના રોજ ઈન્દિરા એકાદશીના નામથી ઓળખાય છે. એવી માન્યતા છે જે ભક્ત આ શુભ દિવસનો ઉપવાસ રાખે છે તેમને સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે આ એકાદશી ક્યારે ઉજવાશે ? આવો આ વિશે જાણીએ. 
 
નવી દિલ્હી. ઈન્દિરા એકાદશી ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે. આખુ વર્ષમાં કુલ 24 એકાદશી ઉજવાય છે. જેમાથી બધી એકાદશીનુ એક પોતાનુ ખાસ મહત્વ છે.  હિન્દુ પંચાગના મુજબ એકાદશી શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષના 11મા દિવસે ઉજવાય છે. એવી માન્યતા છે કે આ અવસર પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધી ઈચ્છાઓ પૂરી થાય છે. સાથે જ જીવનમાં શુભ્રતાનુ આગમન થાય છે તો આવો શ્રી હરિને પ્રસન્ન કરવા માટે તેમના પ્રિય ભોગ  (Indira Ekadashi Bhog 2024) વિશે જાણીએ. જેનાથી જીવનમાં બરકત અને સમૃદ્ધિ બની રહે.  
 
ઈન્દિરા એકાદશી ભોગ   (Indira Ekadashi Bhog 2024)
ઈન્દિરા એકાદશીમાં શ્રી હરિ વિષ્ણુને પંજીરી, કેસરની ખીર, પંચામૃત, બેસનના લાડુ વગેરે વસ્તુનો ભોગ લગાવી શકે છે.  એવી માન્યતા છે કે આ ભોગને ચઢાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.  સાથે જ બધી ઈચ્છાઓની પૂર્તિ કરે છે. એકાદશીનો દિવસ શ્રી હરિને ખૂબ જ પ્રિય છે. આવામાં તેમણે તેમની પ્રિય વસ્તુઓનો ભોગ લગાવવામાં આવે તો વ્રતનુ પુરુ ફળ પ્રાપ્ત થાય છે. એટલુ જ નહી જીવનમાં બરકત પણ કાયમ રહે છે. 
 
 
પ્રસાદ અર્પિત કરતી વખતે કરો આ મંત્રોનો જાપ   (Indira Ekadashi Bhog Mantra 2024)
ત્વદીયં વસ્તુ ગોવિન્દ તુભ્યમેવ સમર્પયે |
ગૃઆણ સમ્મુખો ભૂત્વા પ્રસીદ પરમેશ્વર ||
 
ઈન્દિરા એકાદશી શુભ મુહૂર્ત  (Indira Ekadashi Shubh Muhurat)
વૈદિક પંચાગ મુજબ અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ શનિવાર 27 સપ્ટેમ્બરના રોજ બપોરે 1 વાગીને 20 મિનિટ પર શરૂ થશે.  બીજી બાજુ તેનુ સમાપન રવિવાર 28 સપ્ટેમ્બર બપોરે 2 વાગીને 49 મિનિટ પર થશે.  પંચાંગના આધારે 28મી સપ્ટેમ્બરે ઈન્દિરા એકાદશી વ્રત રાખવામાં આવશે. આ સાથે 29 સપ્ટેમ્બરના રોજ સવારે 06:13 થી 08:36 વચ્ચે વ્રત તોડી શકાશે.