શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 27 એપ્રિલ 2015 (11:28 IST)

પ્રચંડ ભૂકંપ પછી પણ પશુપતિનાથ મંદિર સુરક્ષિત કેવી રીતે ? વિજ્ઞાન કે શિવજ્ઞાન

યુનેસ્કો વિશ્વ સાંસ્કૃતિક વિરાસત સ્થળમાં સૂચીબદ્ધ નેપાળની રાજધાની કાઠમાંડૂમાં બાગમતી નદીના તટ પર સ્થિત પશુપતિનાથ મંદિર મંદિર સનાતનધર્મના આઠ સર્વાધિક પવિત્ર સ્થળોમાંથી એક છે. પૌરાણિક કાળમાં કાઠમાંડૂનુ નામ કાંતિપુર હતુ. માન્યતામુજબ મંદિરનુ માળખુ પ્રાકૃતિક વિપદાઓથી અનેકવાર નષ્ટ થયો છે. પરંતુ તેનો ગર્ભગૃહ પૌરાણિક કાળથી અત્યારસુધી સંપૂર્ણ રૂપે સુરક્ષિત છે. લોકો આ પહેલી શતાબ્દીનુ માનીએ તો ઈતિહાસ તેની ત્રીજી શતાબ્દીનુ માનવુ છે. 
 
શનિવાર તારીખ 25.04.15ના સવારે 11 વાગીને 41 મિનિટ પર આવેલ 7.9 તીવ્રતાના ભીષણ ભૂકંપથી આખા નેપાળમાં તબાહી મચી ગઈ છે. જ્યા એક બાજુ હજારોની સંખ્યામાં લોકોનુ મોત થયુ છે બીજી બાજુ વૈજ્ઞાનિક તકનીકથી બનેલ અસંખ્ય ઈમારો પણ ઘરાશાઈ થઈ.  પરંતુ પશુપતિનાથ મંદિરના ગર્ભગૃહ કાલે પણ વિદ્યમાન હતુ અને આજે પણ વિદ્યમાન છે.  આવો જાણીએ છે તેની પાછળ વિજ્ઞાન છે કે શિવજ્ઞાન. હિમવતખંડ કિવ6દતી અનુસાર એક સમયમાં ભગવાન શંકર ચિંકારાનુ રૂપ ધારણ કરી કાશી ત્યાગકરીને બાગમતી નદીના કિનારે મૃગસ્થળી વન ચાલ્યા ગયા હતા. 
 
દેવતાઓએ તેમને શોધીને પુન: કાશી લાવવાનો પ્રયાસ કર્યો પરંતુ શિવ દ્વારા નદીના બીજા છોર પર છલાંગ લગાવવાને કારણે તેમના સીંગ ચાર ટુકડામાં તૂટી ગયા જેનાથી ભગવાન પશુપતિ ચતુર્મુખ લિંગના રૂપમાં પ્રકટ થયા. જ્યોતિલિંગ કેદારનાથની કિંવદંતી અનુસાર પાંડવોના સ્વર્ગપ્રયાણ દરમિયાન ભગવાન શંકરે પાંડવોના ભેંસાનુ રૂપ ઘરી દર્શન આપ્યા હતા જે પછી ધરતીમાં સમાવી ગયા પરંતુ ભીમે તેમની પુંછ પકડી લીધી હતી.  જે સ્થાન પર ધરતીની બહાર તેમની પૂંછ રહી ગઈ તે સ્થાન જ્યોર્તિલિંગ કેદારનાથ કહેવાયુ અને જ્યા ધરતીની બહાર તેમનુ મુખ પ્રકટ થયુ તે સ્થાન પશુપતિનાથ કહેવાયા. આ કથાની પુષ્ટિ સ્કંદપુરાણ પણ કરે છે.  
 
વાસ્તુ વિજ્ઞાન અનુસાર પશુપતિનાથ ગર્ભગૃહમાં એક મીટર ઊંચા ચારમુખી લિંગ વિગ્રહ સ્થિત છે. દરેક મુખાકૃતિના જમણા હાથમાં રૂદ્રાક્ષની માળા અને ડાબી હાથમાં કમંડળ છે. દરેક મુખ જુદા જુદા ગુણ પ્રકટ કરે છે.  પહેલા દક્ષિણ મુખને અઘોર કહે છે.  બીજા પૂર્વ મુખને તત્પુરૂષ કહે છે.  ત્રીજા ઉત્તર મુખને અર્ધનારીશ્વર કે વામદેવ કહે છે. ચોથા પશ્ચિમી મુખને સાધ્યોજટા કહે છે અને ઉપરીભાગના નિરાકાર મુખને ઈશાન કહે છે. 
 
માન્યતામુજબ પશુપતિનાથ ચતુર્મુખી શિવલિંગ ચાર ધામો અને ચાર વેદોનુ પ્રતિક માનવામાં આવે છે. મંદિર એક મીટર ઊંચા 
ચબુતરા પર સ્થાપિત છે.   પશુપતિનાથ શિવલિંગની સામે ચાર દરવાજા છે. જે ચારેય દિશાઓને સંબોધિત કરે છે. અહી મહિષ 
રૂપધારી ભગવાન શિવનો શિરોભાગ છે. જેના પાછળનો ભાગ કેદારનાથમાં છે.  આ મંદિરનુ નિર્માણ વાસ્તુ આધારિત જ્ઞાન પર 
પગોડા શૈલી મુજબ થયુ છે. પગોડા શૈલી મૂળરૂપથી ઉત્તરપૂર્વી ભારતાના ક્ષેત્રથી ઉદય થયો હતો જેને ચાઈના અને પૂર્વી વિશ્વએ અપનાવ્યુ અને નામ આપ્યુ ફેંગશુઈ. 
 
24 જૂન 2013 ઉત્તર ભારતમાં ભારે વરસાદના કરણે ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ પૈદા થઈ ગઈ અને આ ભયાનક 
વિપદામાં 5000થી વધુ લોકો માર્યા ગયા હતા.  સર્વાધિક તબાહી રુદ્રપ્રયાગ જીલ્લામાં આવેલ શિવની નગરી કેદારનાથમાં થઈ હતી. પરંતુ તેની ભારે પ્રાકૃતિક વિપદાના પછી પણ કેદારનાથ મંદિર સુરક્ષિત રહ્યુ હતુ અને આજે પણ અટલ છે. શનિવાર તારીખ 25.04.15 સવારે 11 વાગીને 41 મિનિટ પર આવ્યા 7.9 તીવ્રતાના ભીષણ ભૂકંપ ઉપરાંત પણ પશુપતિનાથ ગર્ભગ્રહ સંપુર્ણ રીતે સુરક્ષિત છે.  
 
સ્કંદપુરાણ મુજબ આ બંને મંદિર એકબીજાના મુખ અને પુચ્છ સાથે જોડાયેલ છે અને આ બંને મંદિરોમાં પરમેશ્વર શિવ દ્વારા રચિત વાસ્તુ જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મૂળ સ્વરૂપે બધા શિવાલયોના નિર્માણમાં શિવલિંગ જેટલુ ભૂસ્થળથી ઉપર હોય છે.  એટલુ જ ભૂસ્થળની નીચે સમાહિત હોય છે. અહી વિજ્ઞાનના એક સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. જેને 'સેંટર ઓફ ગ્રેવિટી' 'ગુરૂત્વાકર્શન કેન્દ્ર'  કહે છે. વિજ્ઞાનના આ સિદ્ધાંતને વાસ્તુમાંથી લેવામાં આવ્યો છે. 
 
વૈદિક પદ્ધતિ મુજબ શિવાલયોનું નિર્માણ સદૈવ ત્યા જ કરવામાં આવે છે જ્યા પૃથ્વીની ચુંબકીય તરંગો ગાઢ હોય છે. શિવાલયોમાં શિવલિંગ એવા સ્થાન પર સ્થાપિત કરવામાં આવે છે જ્યા ચુંબલીય તરંગોના નાભિકીય ક્ષેત્ર વિદ્ધમાન હોય. અને સ્થાપનાના સમયે ગુંબદનુ કેન્દ્ર શિવલિંગના કેન્દ્રના સીધા સાપેક્ષિત રૂપે સ્થાપિત કરવામાં આવે છે.  આ શિવનુ જ જ્ઞન છે જેને કેટલાક લોકો વિજ્ઞાન અને ભૂતત્વ વિજ્ઞાનના નામથી ઓળખે છે.