રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2024 (16:05 IST)

ગણપતિ નો થાળ

ganpati no thal
જમવાંને પધારો  ગજાનંદ રે ... મારા પ્રેમની થાળી
મેં તો રસોઈ મારાં હાથે બનાવી ..(૨)
પ્રેમે જમાડું ગજાનંદ રે ... મારા પ્રેમની થાળી
ભાતરે ભાતનાં ભોજન બનાવ્યા ..(૨)
વિધવિધનાં પકવાન રે ...મારાં પ્રેમની થાળી
જળ રે જમનાની મેં તો, જાળી ભરી લાવી ..(૨)
આચમન કરોને ગજાનંદ રે ... મારા પ્રેમની થાળી
લવિંગ સોપારીને પાનનાં બિલડાં ...(૨)
મુખવાસ કરોને ગજાનંદ રે ...મારા પ્રેમની થાળી
અંતરનું આસન આપું અલબેલાં ..(૨)
બાલકનાં જીવન પ્રાણ રે મારાં પ્રેમની થાળી
રિધ્ધી સિધ્ધીનાં સ્વામી ગજાનંદ ..(૨)
એ તમપર જાવ બલિહાર રે ...મારાં પ્રેમની થાળી
જમવાં  પધારોને ગજાનંદ રે મારાં પ્રેમની થાળી