Jaya Parvati Vrat - જયા પાર્વતી વ્રતમાં શુ કરવુ શુ નહી ?

shiv parvati
Last Updated: મંગળવાર, 20 જુલાઈ 2021 (23:12 IST)

જયા પાર્વતી વ્રતને ગૌરીવ્રત કે વિજયાવ્રત પણ કહેવાય છે.
આ વ્રત અષાઢ શુક્લ પક્ષની તેરસથી લઈને કૃષ્ણપક્ષની તૃતીયા સુધી આમ 5 દિવસ ચાલે છે. આ વ્રત ખાસ કરીને વિવાહિત મહિલાઓ અને કુંવારી કન્યાઓ કરે છે. આ વ્રત કરવાથી વિવાહિત મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. અને કુંવારી કન્યાઓ
સારો પતિ પ્રાપ્ત કરે છે.

આવો જાણીએ દરમિયાન શુ કરવુ શુ નહી


પહેલા જાણીએ શુ શુ કરવુ

-
વ્રત શરૂ કરતા પહેલા માટીના વાસણ માટી ભરીને જુવાર-ઘંઉ-મગના જુવારા ઉગાડવા,

જુવારા ઊગી જાય ત્યારબાદ જયાપાર્વતીવ્રતમાં પાંચ દિવસ સુધી નિત્ય જુવારાનું પૂજન કરવું,
- જ્યા પાર્વતી વ્રત દરમિયાન સવારે વહેલા ઉઠીને નિત્ય કાર્યથી પરવારીને મંદિરમાં જઈને શંકર પાર્વતીની વિધિ પૂર્વક પૂજા કરો

- રૂ નો હાર બનાવવો, જેને નાગલા કહેવાય છે. જુવારાને આ હાર નિત્ય અર્પણ કરવો.
-
મા પાર્વતી પાસે પરણિત બહેનોએ અખંડ સૌભાગ્ય તેમજ કુંવારી કન્યાઓએ સારા વરની માંગણી કરી, આશિર્વાદ પ્રાપ્ત કરવા.
- વ્રત દરમિયાન ખૂબ ખુશ રહેવુ

- છઠ્ઠા દિવસે સવારે મંદિરમાં જઇ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઇને વ્રત પૂર્ણ કરી શકાય છે.

- વ્રતના અંતિમ દિવસે રાત્રી જાગરણ કરવાનું મહત્વ છે.

-
વ્રતની ઉજવણી પાંચ વર્ષને અંતે, સાત વર્ષને અંતે કે પછી 9 વર્ષને અંતે કરી શકાય છે.


ગૌરી વ્રતમાં શુ ન કરવુ


- વ્રત દરમિયાન સવારે પૂજા કર્યા સિવાય કંઈ પણ ગ્રહણ કરવુ નહી
- વ્રત દરમિયાન મીઠુ અને અન્ન બિલકુલ ખાવુ ન જોઈએ
- જયા પાર્વતી વ્રતમાં ઘરમાં કજિયા કંકાસ કરવો નહી
- આ વ્રત કરનાર યુવતીઓએ વ્રત દરમિયાન ધાર્મિક પુસ્તકો વાંચવા જોઈએ
તેનાથી મન શુદ્ધ રહે છે

- આ વ્રતમાં મીઠુ લેવામાં આવતુ નથી જેથી શરીરમાં કમજોરી આવી શકે છે જેથી જે લોકો શારીરિક રીતે કમજોર હોય તેમણે દેખાદેખીમાં વ્રત કરવુ નહી.આ પણ વાંચો :