રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 26 ઑગસ્ટ 2022 (15:48 IST)

કેવડા ત્રીજ 2022 - કેવડાત્રીજના શુભ મુહુર્ત? જાણી લો આ જરૂરી નિયમ

hartalika vrat
kevda Trij 2022- હરતાલિકા તીજ કે કેવડાત્રીજનો વ્રત ખૂબ અઘરું હોય છે. આ વ્રતનો પૂર્ણ ફળ મળે તેના માટે કેટલાક નિયમોનો પાલન કરવો જરૂરી છે. ભાદરવા મહીનામાં ઘણા મુખ્ય તહેવાર અને પિતૃ પક્ષ પડે છે. ભાદરવા શુક્લ પક્ષની તૃતીયા તિથિને હરતાલિકા ત્રીજ કે કેવડાત્રીજ ઉજવાય છે. કેવડાત્રીજ વ્રત કુમારી અને 
સૌભાગ્યવતી મહિલાઓ  કરે છે. કેવડાત્રીજ તીજ વ્રત ઉપવાસ નિરાહાર અને નિર્જલા કરવામાં આવે છે. સુહાગન પતિની લાંબી ઉમ્ર મેળવવા અને કુંવારી છોકરી સારો વર મેળવવા માટે કેવડાત્રીજનો વ્રત રાખે છે. પૌરાણિક કથાના મુજબ ભગવાન શિવને તેમના પતિના રૂપમાં મેળવવા માટે માતા પાર્વતી દ્વારા સૌ પ્રથમ કરવામાં આવ્યુ હતુ.  
 
એવુ કહેવામાં આવે છે કે ઉપવાસ કરવાથી મહિલાઓને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 
 
કેવડાત્રીજના શુભ મુહુર્ત (KevdaTrij muhurat 2022) 
ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ 29 ઓગસ્ટ, સોમવારના રોજ બપોરે 03:20 વાગ્યાથી શરૂ થશે અને 30 ઓગસ્ટના રોજ બપોરે 03:33 સુધી ચાલુ રહેશે. 
 
હરતાલિકા તીજ ઉદયની તારીખના આધારે 30 ઓગસ્ટના રોજ હશે. આ દિવસે સવારે 06:05 થી 08:38 અને સાંજે 06:33 થી 08:51 સુધી પૂજા માટે શુભ મુહૂર્ત રહેશે.
 
કેવડાત્રીજના નિયમ KevdaTrij Rules 
- હરતાલિકા ત્રીજ (કેવડાત્રીજ) નો વ્રત નિર્જલા કરવુ જોઈએ. આ દરમિયાન કશુ પણ ખાવુ પીવુ ન જોઈએ. એવુ કહેવાય છે કે વ્રત દરમિયાન જો કોઈ કશુ ખાઈ પી લે છે તો તેને આવતા જન્મમાં વાનરનુ રૂપ ધારણ કરવુ પડે છે. ગર્ભવતી મહિલા કે બીમાર મહિલાઓ ફળાહાર કરી શકે છે. 
- એવુ કહેવાય છે કે આ વ્રત જે શરૂ કરે છે તેમણે મરતા સુધી આ વ્રત કરવુ પડે છે. મતલબ તમે આ વ્રતને વચ્ચેથી છોડી શકતા નથી. સાથે જ જેના ઘરમાં સૂતક હોય કે કોઈ બીજા કારણથી પૂજા નથી કરી શકતા ત્યારે પણ તે વ્રત જરૂર કરવું. 
- હરતાલિકા ત્રીજના વ્રતમાં સુવુ વર્જિત છે. વ્રત કરનારા ન તો દિવસમાં સુવુ અને ન રાતમાં સુવુ. આ વ્રતમાં રાત્રિ-જાગરણ કરી ભગવાનના ભજન-પૂજન કરવો જોઈએ.