Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?
Magh Purnima 2026 Date and Snan Daan Significance: પૂર્ણિમાના દિવસે સ્નાન દાન કરવુ અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે. હિન્દુ પંચાગમાં મહિનાઓના નામના આધાર પર દર મહિનાની પૂનમનુ નામ મુકવામાં આવ્યુ છે. જેવુ કે ચૈત્ર મહિનામાં ચૈત્ર પૂર્ણિમા, કારતક મહિનામા કારતક પૂર્ણિમા. એવી જ રીતે મહા મહિનામાં આવતી પૂનમને માઘ પૂર્ણિમાના નામથી ઓળખવામાં આવે છે. દરેક મહિનાની પૂનમનુ પોતાનુ અલગ મહત્વ હોય છે. પંચાગ અને રાશિઓ મુજબ કર્ક રાશિમાં ચંદ્રમા અને મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ થવાથી માઘ પૂર્ણિમાનો યોગ બને છે. બીજી બાજુ નક્ષત્રોમાં માઘ નક્ષત્રના નામ પર માઘ પૂર્ણિમાના નામની ઉત્પત્તિ થઈ છે.
માઘ પૂર્ણિમાને બત્રીસ પૂર્ણિમાના નામથી ઓળખવામાં આવે છે. માન્યતા મુજબ આ પૂનમના દિવસે દાન-દક્ષિણા કરવાથી બત્રીસ ગણુ ફળ મળે છે. તેથી માઘ પૂર્ણિમાને બત્તીસી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. પુત્ર અને સૌભાગ્ય આપનારી આ પૂર્ણિમાને કરવાથી વ્યક્તિના બધા દુખોથી છુટકારો મળીને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વર્ષ 1 ફેબ્રુઆરી 2026 ના રોજ માઘ પૂર્ણિમા રહેશે.
માઘ પૂર્ણિમાનુ મહત્વ
પુત્ર અને સૌભાગ્યને આપનારી આ પૂનમના દિવસે વ્રત કરવાથી વ્યક્તિને બધા દુખોથી છુટકારો મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. પૂનમના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા ઉપાસના કરવામાં આવે છે. અને સારા ફળની પ્રાપ્તિ માટે લોકો વ્રત પણ્કરે છે. માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરાવવી ખૂબ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. માઘ પૂર્ણિમાના દિવસે ગંગા સહિત અન્ય પવિત્ર નદિઓમાં સ્નાનનુ પણ ખાસ મહત્વ છે. ખાસ કરીને પ્રયાગરાજના સંગમ નદીમાં સ્નાન કરવાથી સૂર્ય અને ચંદ્રમાં યુક્ત દોષથી છુટકારો મળે છે. તેથી આ દિવસને પુણ્ય યોગ પણ કહેવામાં આવે છે.
એવુ કહેવાય છે મે માઘ પૂર્ણિમાના દિવસે વિષ્ણુ ભગવાન પોતે પ્રયાગ નદીમાં ડુબકી લગાવવા આવે છે અને ત્યા ડુબકી લગાવનારા બધા ભક્તોના દુ:ખ દૂર કરે છે. તેથી માઘ પૂર્ણિમાના દિવસે સ્નાન કરતી વખતે ગાયત્રી મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ.
માઘ પૂર્ણિમાના દિવસે કરો આ વસ્તુઓનુ દાન
ધાર્મિક માન્યતાઓ અનુસાર, હિન્દુ કેલેન્ડરના અગિયારમા મહિનામાં એટલે કે માઘ મહિનામાં દાનનું પણ ખૂબ મહત્વ છે. આવી સ્થિતિમાં, માઘ પૂર્ણિમાના દિવસે તલનું દાન કરવું સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ઉપરાંત, કપડાં, ખોરાક, ગોળ, કપાસ, ઘી, લાડુ, ફળો, અનાજ વગેરેનું દાન પણ કરવામાં આવે છે. પુરાણમ્ બ્રહ્મ વૈવર્તમ્ યો દઘનમાઘરમાસી ચ, પૂર્ણમાસ્યન શુભદીને બ્રહ્મલોક મહ્યતે. પુરાણમ્ બ્રહ્મ વૈવર્તમ્ યો દદ્યન્માઘરમાસી ચ, પૂર્ણમાસ્યન શુભદીને બ્રહ્મલોકે મહાયતે. 'મત્સ્ય પુરાણ' અનુસાર, માઘ મહિનાની શુભ પૂર્ણિમાના દિવસે બ્રાહ્મણો અને ગરીબોને દાન કરનાર વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે.