ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 12 જૂન 2018 (12:38 IST)

મંગળવારે બોલો હનુમાનજીના 51 નામ, તમારી દરેક મુશ્કેલી થશે દૂર

હનુમાનજીની પૂજાથી દરેક મુશ્કેલી દૂર થઈ શકે છે. જ્યોતિષ મુજબ દર મંગળવારે હનુમાનજીના 51 નામ બોલવાથી બધાની મનોકામના પૂરી થઈ શકે છે. આ છે હનુમાનજીના એ 51 નામ... 
 
1. અંજનીસુત: અંજનીનો પુત્ર 
2. મહાવીર: વીરોના વીર
3. હનૂમત: જેમના ગાલ ફૂલેલા હોય
4. મારૂતાત્મજ: પવન દેવના પુત્ર
5. ફાલ્ગુનસુખ: અર્જુનના મિત્ર
6. કપીશ્વર: વાનરોના રાજા
7. મહાકાય: વિશાળ શરીરવાળા
8. કપિસેના નાયક: વાનરોના સેનાપતિ
9. મહાબલ: પરમ શક્તિશાળી
10. રામદૂત: ભગવાન રામના દૂત
11. કેસરીસુત: કેસરીના પુત્ર
12. સીતાશોક વિનાશક: સીતાનો શોક દૂર કરનારા
13. અન્જનાગર્ભસમ્ભૂતા: અંજનીના ગર્ભથી ઉત્પન્ન થનાર
14. લક્ષ્મણપ્રાણદાતા: લક્ષ્મણના પ્રાણ બચાવનાર
15 વજ્રકાયા: મજબૂત શરીરવાળા
16. ચિરંજીવિ : અમર
17 રામભક્ત: ભગવાન શ્રીરામના પરમ ભક્ત
18 કાંચનાભ: સોના જેવા રંગવાળા
19. મહાતપસી: તપસ્યા કરનારા
20. સુગ્રીવ સચિવ: સુગ્રીવના સહાયક
21. દૈત્યકુલાન્તક: રાક્ષસોનો અંત કરનાર
22.મહાતેજસ: જેમના તેજની કોઇ સીમા ન હોય
23. પિંગાક્ષ: ભૂરી આંખો વાળા
24. રામસુગ્રીવ સન્ધાત્રે: રામ અને સુગ્રીવની મિત્રતા કરાવનાર
25. મહાત્મા: પરમ પૂજ્ય
26. ભક્તવત્સલ: ભક્તોની સહાયતા કરનાર
27. સંજીવન નગાગર્ત્રે: સંજીવની લાવનાર
28. સુચયે: પવિત્ર
29. કાલનેમિ પ્રમથન: કાલનેમિનો વધ કરનાર
30. હરિમર્કટ મર્કટા: વાનરોના ભગવાન
31. વજ્રનખા: તીક્ષ્ણ નખવાળા
32. રૂદ્રવીર્ય સમુદ્રવા: રૂદ્રના અવતાર
33. પાર્થ ધ્વજાગ્રસંવાસિને: અર્જુનની ધજા પર બેસનાર
34. દશબાહવે: દસ ભુજાઓ વાળા
35. જામ્બવત્પ્રીતિવર્ધન: જામ્બવંતના પ્રિય
36. પવનપુત્ર: પવન દેવતાના પુત્ર
37.ફાલ્ગુનસુખ: અર્જુનના મિત્ર
38. રામેષ્ટ: રામના પ્રિય
39. લક્ષ્મણપ્રાણદાતા: લક્ષ્મણના પ્રાણ બચાવનાર
40. ઉદધિક્રમણ: સમુદ્ર પાર કરનાર
41. અમિતવિક્રમ: જેમના પરાક્રમની કોઇ સીમા નથી
42. દશગ્રીવદર્પહા: રાવણનો ઘમંડ તોડનાર
43. વાયુપુત્ર: વાયુનો પુત્ર 
44. મહાબલ: મહાશક્તિશાળી
45. સીતાન્વેષક: માતા સીતાને શોધનાર
46. ભક્તવત્સલ: ભક્તોની સહાયતા કરનારા
47. વાગ્મિને: વક્તા
48. પ્રભવે: સૌના પ્રિય
49. અક્ષહન્ત્રે: અક્ષય કુમારનો વધ કરનારા
50. પંચવક્ત્ર: પાંચ મુખ વાળા
51. સુરાર્ચિત: દેવતાઓ દ્વારા પૂજવામાં આવતા