સોમવાર, 9 ફેબ્રુઆરી 2026
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 31 જાન્યુઆરી 2026 (22:27 IST)

Meldi Mata ni Aarti in Gujarati - મેલડી માતાની આરતી

Meldi Mata
Meldi Mata
જય મેલડી માતા, મા જય મેલડી માતા । 
સેવક જન હિતકારી, સુખ સંપત્તિ દાતા ॥ જય મેલડી માતા...
 
ઉજ્જૈન ગઢ થી આવ્યા, ડાકલા બહુ વાગે । 
રવિ રાજા ની વારે, માં વેગે પધાર્યા ॥ જય મેલડી માતા...
 
કાળી મેષ (બોકડા) અસવારી, હાથમાં ખપ્પર ધારી । 
દુષ્ટ દૈત્ય સંહાર્યા, ભક્તો ને ઉગારી ॥ જય મેલડી માતા...
 
દીવા બળે દરબારે, અગરબત્તી મહેકે । 
ભક્તો તારી ભક્તિ, કરીને બહુ હરખે ॥ જય મેલડી માતા...
 
રવિવારે તારો, માં થાય છે જબરો મેળો । 
શ્રદ્ધા થી જે આવે, તેનો પાર કરો બેડો ॥ જય મેલડી માતા...
 
કોઈ લાવે ચુંદડી, કોઈ લાવે પ્રસાદી । 
હૈયે હરખ ના માયે, મેલડી છે સાદી ॥ જય મેલડી માતા...
 
કર જોડી ને ગાવે, માના ગુણ ગાતા । 
 
ભવસાગર થી તારી, મુક્તિ દેતા માતા ॥ જય મેલડી માતા...
 
જય મેલડી માતા, મા જય મેલડી માતા । 
સેવક જન હિતકારી, સુખ સંપત્તિ દાતા ॥
 
 બોલ શ્રી મેલડી માત કી... જય! ઉજ્જૈન વાળી માત કી... જય! મસાણી મેલડી માત કી... જય!