શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 26 ઑગસ્ટ 2019 (12:17 IST)

આજે શ્રાવણનો છેલ્લો સોમવાર કરી લો આ ઉપાય, બેરોજગારી હોય કે વેપારની સમસ્યા શિવજી અપવશે સફળતા

સોમવારે શિવ પૂજાને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. જો કોઈ બેરોજગારી કે વેપારમાં ખોટ જેવી સમસ્યાથી પરેશાન છે તો સોમવારના દિવસે કોઈપણ શિવાલયમાં જઈને નાનકડો ઉપાય કરી લો. થોડાક જ દિવસમાં શિવજીની કૃપાથી બધી સમસ્યાઓ દૂર થશે અને દરેક કાર્યમાં સફળતા મળવા માંડશે. 


આવો જાણીએ આ ઉપાય  
 
શિવ મહાપુરાણ અને હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે  ભગવાન શિવને સૌથી વધુ ફક્ત જળ જ પ્રિય છે.  તેથી આ દિવસે શિવજીનો જળથી એક ઉપાય કરવો જોઈએ. આ માટે સોમવારના દિવસે સાચી શ્રદ્ધા અને સમર્પણ સાથે પોતાની ઈચ્છા પૂર્તિ માટે શિવ મંદિરમાં શિવલિંગને સારી રીતે શુદ્ધ જળથી ધોઈને સાફ કરી લો. 
 
હવે મહામૃત્યુંજય મંત્ર - ૐ ત્ર્યમ્બકં યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બન્ધનાન મૃત્યોર્મૃક્ષીય મામતાત.. આ મંત્ર નો 108 વાર જાપ કરતા શિવલિંગનુ ગંગાજળ મિશ્રિત જળથી સતત ધાર કરતા અભિષેક કરો.  ધ્યાન રાખો કે આ પ્રયોગ કરતી વખતે તમને કોઈ રોકે ટોકે નહી અને તમે પણ કોઈની સાથે વાત ન કરશો અને કોઈ કંઈ પુછે તો જવાબ ન આપશો. ફક્ત તમારુ કામ કરતા રહો. 
 
જ્યારે જળાભિષેક પૂરો થઈ જાય તો ફરીથી ૐ નમ શિવાયનો 21 વાર જાપ કરતા ગાયના દૂધથી પણ અભિષેક કરો. અભિષેક પૂરો કર્યા પછી  એક ગરીબ કન્યા કે કોઈ ભૂખ્યાને ભોજન કરાવો. 
 
જે સોમવારે તમે આ ઉપાય કરો તેના બીજા સોમવાર સુધી આ ઉપાય કરનારને શિવજીની કૃપાથી લાભ અને સફળતાના સંકેત મળવા જોવા મળશે.  આ ઉપાય એક સિદ્ધ તાંત્રિક ઉપાય માનવામાં આવે છે. જે ક્યારેય વ્યર્થ જતો નથી.