1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 17 માર્ચ 2023 (09:09 IST)

આ Magical મંત્રના જાપથી તમારી મુઠ્ઠીમાં રહેશે નવગ્રહ

navgrah
જ્યોતિષ ગ્રંથ મુજબ ફક્ત નવગ્રહને છોડીને બાકી બધા ગ્રહ ભગવાન રુદ્ર મતલબ શિવના ક્રોધથી ઉત્પન્ન થયા છે.  મોટાભાગના ગ્રહની પ્રકૃતિ સામાન્ય રીતે હાનિકારક હોય છે. પણ કેટલાક નવગ્રહ વધુ શુભ ગ્રહ માનવામાં આવે છે. જો જ્યોતિષ મુજબ તેમની પૂજા અર્ચના કરવામાં આવે તો મનુષ્યની સમસ્ત સમસ્યાઓ, અવરોધોને હરી લે છે. તો આવો આજે તમને નવગ્રહનો એક એવો ચમત્કારી મંત્ર વિશે બતાવીશુ જેનાથી તમારી દરેક પીડાનો થશે અંત... 
 
જો દરરોજ નવગ્રહ મંત્રનો જાપ 31 કે 108 વાર કરવામાં આવે તો ઉપાસકને બધા ગ્રહોની અનુકૂળતા પ્રાપ્ત થાય છે અને શુભ ફળ મળે છે. 
નવગ્રહ મંત્ર 
 
બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ: શશિ ભૂમિ સુતો બુધશ્ચ 
ગુરૂશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિ કરા ભવંતુ 
 
જપ કરવાની વિધિ - સફેદ આસન પર બેસીને આસન નીચે થોડા સિક્કા મુકીને તેના પર સુખાસન (પાલખી) મારીને બેસી જાવ. પછી જપ કરતા આ રીતે મનમાં ભાવ લાવો.. 
-  ગ્રહોમાં પ્રથમ વિશ્વની રક્ષા કરનારા ભગવાન સૂર્ય મારી પીડા હરણ કરો 
 
- અમૃતમય સ્વરૂપવાળા અમૃતરૂપી શરીરવાળા અને અમૃતનુ પાન કરાવનારા ચદ્રદેવ મારી પીડાને દૂર કરો. 
- જગતને ભયભીત કરનારા વૃષ્ટિ કરનારા અને વૃષ્ટિનુ હરણ કરનારા મંગલ મારી પીડાનુ હરણ કરો. 
 
- મહાન દયુતિથી સંપન્ન ચંદ્રમાના પુત્ર બુધ મારી પીડાનુ નિવારણ કરો. 
 
-  સર્વદા લોક કલ્યાણમાં વ્યસ્ત રહેનારા દેવાતાઓના ગુરૂ બૃહસ્પતિ મારી પીડાને દૂર કરો 
-  દૈત્યોના ગુરૂ મહાન બુદ્ધિ સંપન્ન શુક્ર મારી પીડાને દૂર કરો 
 
-  સૂર્ય વિશાળ નેત્રોવાળા, ભગવાન શિવના પ્રિય પ્રસન્નાત્મા શંતિ દેવ મારી પીડાને દૂર કરો. 
 
- વિવિધ રૂપ અને વર્ણવાળા હજારો આંખોવાળા તમોમય રાહુ મારી પીડાનુ હરણ કરો. 
 
-  નાડીથી સંપન્ન વિશાળ મુખ અને શરીર વગરના કેતુ મરી પીડાનુ હરણ કરો.