આજથી લઈને 16 દિવસ સુધી બધા સુખ અને કામનાઓને પૂર્ણ કરવાની અચૂક તક છે

Last Modified ગુરુવાર, 30 માર્ચ 2017 (13:57 IST)
આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિ છે. આ દિવસ વિશેષ રૂપે શિવ શક્તિને સમર્પિત છે. આ તિથિને ગણગૌર ત્રીજ અથવા ઈસર-ગૌરના નામથી ઓળખાય છે. કરવાચોથની જેમ આ તહેવાર પણ કુંવારી અને પરણેલી મહિલાઓ માટે ખાસ છે.
આમ તો આ તહેવારની ખાસિયત છે કે તેને 16 દિવસ સુધી ઉજવવામાં આવે છે.
રાજસ્થાનમાં લગ્ન પછી આવતી પ્રથમ ગણગૌર ત્રીજી ખૂબ ખાસ માનવામાં આવે છે. આ ફક્ત મહિલાઓ જ નહી પુરૂષો માટે પણ એટલી જ મહત્વની છે.
તન, મન અને ધનથી જોડાયેલ બધા સુખ અને કામનાઓને પૂર્ણ કરવાની અચૂક તક છે. આજથી લઈને 16 દિવસ સુધી કરો ખાસ ઉપાય..

દેવી ભાગવતમાં કહેવામાં આવ્યુ છે કે શિવની શક્તિ દેવી પાર્વતીનો અભિષેક કેરી કે શેરડીના રસથી કરતા ધનની દેવી લક્ષ્મી અને વિદ્યાની દેવી સરસ્વતી આપણી આસપાસ રાખી શકાય છે.


- શિવ પુરાણમાં વર્ણિત છે. લાલ અને સફેદ આંકડાના ફૂલોને ભોલેનાથ પર અર્પિત કરવાથી ભોગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે.
-
દેવી પાર્વતીને ગાય માતાના શુદ્ધ દેશી ધીનો ભોગ લગાવીને પ્રસાદના રૂપમાં વહેંચવુ જોઈએ અથવા દાન પણ કરી શકાય છે.
આવુ કરવાથી અસાધ્ય રોગો પર
વિજય મેળવી શકાય છે.

- ખાંડનો ભોગ લગાવવાથી વય વધે છે.

- દૂધ અર્પિત કરવાથી વ્યક્તિ પીડા મુક્ત થાય છે.

- માલપૂવા શિવ શક્તિનો ભોગ લગાવીને દાન કરવાથી વિકટ સમસ્યાઓથી રાહત અપાવે છે.

- ભગવાન શંકરને ચમેલીના ફૂલોનો હાર અર્પિત કરવાથી મનપસંદ વાહનનુ સ્વપ્ન પૂર્ણ થાય છે.

- દેવી ભાગવતના મુજબ, વેદ પાઠનુ ઉચ્ચારણ કરવાની સાથે સાથે કર્પૂર, અગરુ (સુગંધિત વનસ્પતિ). કેસર, કસ્તુરી અને કમળના જળથી દેવી પાર્વતીના સ્વરૂપને સ્નાન કરાવવાથી કોઈપણ પ્રકારનુ પાપનો નાશ થાય છે. અને જીવનના દરેક મુકામમાં સફળતા પ્રાપ્ત થાય છે.

માતા પાર્વતીને કેળાનો ભોગ લગાવ્યા પછી દાન કરી દો. પરિવારમાં ખુશીનુ વાતાવરણ રહેશે અને પારિવારિક સભ્યોમાં પ્રેમ કાયમ રહેશે.આ પણ વાંચો :