Shani Pradosh Vrat 2021: આજે શનિ પ્રદોષ વ્રતના દિવસે આખો દિવસ પંચક, આ 5 મુહૂર્તમાં ભૂલથી પણ ન કરશો પૂજા અર્ચના
સનાતન ધર્મમાં પ્રદોષ વ્રતનું વિશેષ મહત્વ છે. મે નુ પ્રથમ પ્રદોષ વ્રત શનિવાર, 08 મે, 2021 ના રોજ રાખી શકાશે શનિવારે પ્રદોષ ઉપવાસને કારણે તેને શનિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. શનિ પ્રદોષ વ્રત દરમિયાન ભગવાન શિવની સાથે શનિદેવની પણ પૂજા કરવામાં આવે છે. ચંદ્રમા આ દિવસે મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય આ દિવસે મેષ રાશિમાં પ્રવેશ કરશે.
જ્યોતિષ મુજબ પ્રીતિ યોગમાં મેલ મિલાપ વધારવો, પ્રેમ વિવાહ કરવા અને પોતાના રિસાયેલા મિત્રો અને સગા સંબંધીઓ ને મનાવવામાં સફળતા મળે છે. આ ઉપરાંત ઝગડાથી નિપટારો કે સમજૂતી કરવા માટે પણ આ યોગ શુભ માનવામાં આવે છે. આ યોગમાં કરવામાં આવેલ કાર્યથી માન સન્માનની પ્રાપ્તિ થાય છે.
8 મે ના રોજ શનિ પ્રદોષ વ્રત, ભગવાન શિવની કૃપા મેળવવા માટે શનિદેવની પણ આ શુભ મુહૂર્તમાં કરો પૂજા
તેરસ ક્યારથી ક્યા સુધી છે
તેરસ તિથિ શરૂ - 08 મે 2021 સાજે 05 વાગીને 20 મિનિટથી અને
તેરસ તિથિ સમાપ્ત - 09 મે 2021 સાંજે 07 વાગીને 30 મિનિટ પર થશે
શનિ પ્રદોષ વ્રતના દિવસે આ મૂહુર્તમાં કરો પૂજા
બ્રહ્મા મુહૂર્ત - 04:00 AM, 08 મેથી 04:43 AM, મે 08.
અભિજિત મુહૂર્ત - 11:39 AM. થી 12:32 PM.
વિજય મુહૂર્ત - બપોરે 02: 18 થી સાંજના 03:11 સુધી.
ગોધૂલિ મુહૂર્ત - 06:31 PM થી 06:55 PM.
નિશિતા મુહૂર્તા - 11:44 PM.થી 12: 26 AM સુધી.
શનિ પ્રદોષ વ્રતના દિવસે આ મુહૂર્તમાં ન કરો પૂજા
રાહુકાલ - 10: 26 AM. થી 12:05 PM.
યમગળ્ડ - 03:25 બપોરે 05:04 વાગ્યે
ગુલિક કાળ - 07:06 AM.થી 08:46 AM.
દુર્મૂહુર્ત - 08:06 AM થી 08:59 AM.
વર્જ્ય - 10:59 બપોરે 12:44 AM, 08 મે અને પછી 12:32 PM થી 01:25 બપોરે.
પંચક - આખો દિવસ