બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 9 નવેમ્બર 2024 (00:26 IST)

Shanivar Na Upay - શનિવારના દિવસે ખિસ્સામાં મુકો આ એક વસ્તુ, શનિદેવની રહેશે અપાર કૃપા

saturday upay
વ્યક્તિ પર હાવી થનારા શનિગ્રહ વિશે તો આપ સૌ જાણતા જ હશો. જે વ્યક્તિ પર શનિ ગ્રહનો પડછાયો હોય છે એ વ્યક્તિના દિવસો ખરાબ ચાલવા માંડે છે. પણ જો વ્યક્તિ તેનો ઉપાય પણ કરતો રહે તો ખૂબ સહેલાઈથી તેના પરથી આ શનિની અવકૃપા દૂર થઈ જાય છે અને શનિની કૃપા વરસવા માંડે છે



શનિદેવ ન્યાયના દેવતા છે. તે મનુષ્યએ કરેલા ખરાબ અને સારા કામોનું પરિણામ આપે છે. જેમના પર આ દેવાની કૃપા થઇ જી તેમના જીવનમાં હંમેશા સુખ જ રહેશે અને બધી સમસ્યાઓ દૂર થશે. હાલના સમયમાં લોકો એટલા બધા વ્યસ્ત થાય ગયા છે કે તે દિવસમાં એક વાર પણ મંદિરે જઈ શકતા નથી. તેના કારણે તે શનિદેવની કૃપા મેળવી નથી શક્સ્તા. આપના જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવે છે. આજે આપણે શનિદેવને ખુશ કરવાના અને તેમની કૃપા મેળવવા માટે અનેક ઉપાયો જોઈએ.
 
 શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શનિદેવને ખુશ રાખવા માટે તમે કાળા રંગનુ દાન કરી શકો છો અથવા કાળા વસ્ત્રો પહેરી શકો છો. જો તમે આ કરી શકતા નથી, તો તમારે તમારા પર્સમાં કાળો રૂમાલ રાખવો પડશે.
 
શનિદેવને વાદળી કલરનું ફૂલ ખુબ જ ગમે છે. તે જ કારણે તેમને વાદળી ફૂલ ચઢાવવામાં આવે છે. તમારી પાસે સમય ના હોય અને તમે મંદિરે જઈને તેમના દર્શન પણ નથી કરી શકતા ત્યારે તમારે વાદળી ફૂલને લઇ તેને તમારા પર્સ અથવા ખિસ્સામાં મુકી દો તેનાથી તમને જરૂર ફાયદો થશે.
 
બધા મનુષ્યે તેમનાં જીવનમાં કોઈ પણ પ્રકારનું દાન અવશ્ય કરવું જોઈએ. ત્યારે આ દિવસે કાળા તલનું દાન કરવું કે અડદની દાળનુ દાન પણ ઘણું શુભ મનાય છે. આવું કરવાના કારણે વ્યક્તિના જીવનમાં હંમેશા ખુશી બની રહે છે.  જો કોઈ કારણોસર તમે શનિવારે તલનું દાન કરી શકતા નથી, તો પછી કેટલાક તલ લઈ તમારા ખિસ્સા અથવા પર્સમાં મુકી દો, તો સાંજ સુધી ચોક્કસ ફાયદો થશે.
 
તમારે આંખને લગતી કોઈ તકલીફ અથવા બિમારી હોય ત્યારે તમારે કાજળનું દાન કરવું જોઈએ. તમારે આ દિવસે આંખમાં કાજળ  જરૂર લગાવવું જોઈએ. તમારે તેને આખો પર ન લગાવવુ હોય ત્યારે તમે તેને તમારી પાસે પણ રાખી શકો છો. તેનાથી પણ લાભ થાય છે.