મંગળવાર, 5 ઑગસ્ટ 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

Ravivar Upay- સૂર્યને આપો અર્ધ્ય -સૂર્યદેવની પૂજા કરવાના આ નિયમ જરૂર જાણી લો

ravivar ke upay
સૂર્યદેવની પૂજા કરવાના આ નિયમ જરૂર જાણી લો 
રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત છે. આ દિવસે આખ પરિવારની સાથે સૂર્યદેવની ઉપાસના કરવી
દરેક દિવસનુ પોતાનુ મહત્વ છે. દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. આ જ રીતે રવિવાર સૂર્ય દેવતાની પૂજાનો દિવસ છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન સંપત્તિ અને શત્રુઓથી સુરક્ષા માટે રવિવારનુ વ્રત ઉત્તમ માનવામાં આવે છે. પણ તમારી અંદર વ્રત કરવાની ક્ષમતા ન હોય તો રવિવારે આ નાનકડો ઉપાય જરૂર કરો. 
 
આમ તો રોજ સૂર્યદેવને જળ અર્પિત કરવાથી મનુષ્યની બધી ઈચ્છાઓ પુર્ણ થાય છે. પણ જો રોજ આવુ ન કરી શકો તો રવિવારે કેટલાક નિયમોનુ પાલન કરીને સૂર્ય દેવને અર્ધ્ય જરૂર આપો. 
 
આ રીતે સૂર્યને આપો અર્ધ્ય -
 
પૌરાણિક ધાર્મિક ગ્રંથો મુજબ સૂર્યદેવને અર્ધ્ય આપવાનુ ખૂબ મહત્વ છે. રોજ જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને સાફ કપડા પહેરો. ત્યારબાદ તાંબાના લોટામાં જળ લઈને તેમા લાલ ફૂલ, ચોખા નાખીને સૂર્ય દેવને અર્ધ્ય આપો સાથે સૂર્ય મંત્રનો જાપ કરો.  આવુ કરવાથી આયુ, આરોગ્ય, ધન, ધાન્ય, પુત્ર, મિત્ર, તેજ, યશ, વિદ્યા, વૈભવ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 
 
પૂજા કરતી વખતે આ નિયમોનુ પાલન કરો 
- રોજ સૂર્યોદય પહેલા ઉઠીને નિત્ય કાર્યોથી પરવારીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ 
- સ્નાન કર્યા પછી સૂર્યદેવને ત્રણવાર અર્ધ્ય આપીને પ્રણામ કરો  
- સાંજના સમયે પણ સૂર્યદેવને અર્ધ્ય આપીને નમસ્કાર કરો 
- નિયમ મુજબ આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો 
- નેત્ર રોગ, આંધળાપણું અને સ્વાસ્થ્ય લાભ માટે નેત્રોપનિષદ નો રોજ પાઠ કરો 
- રવિવારના દિવસે તેલ, મીઠાનું સેવન ન કરો અને એક સમય જ ભોજન કરો.